________________
એકાસણું કરી અતિથિને (સાધુ-સાધ્વીજી) વહોરાવીને, તે ન મળે તો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને જમાડીને પછી એકાસણું કરવું તે અતિથિ સંવિભાગ વ્રત. ઉપર મુજબ શ્રાવકનાં બાર વ્રત છે. તે ઉપરાંત શ્રાવક જીવનમાં ૧૧ પડિમા પણ આવે છે. એકાદ વ્રત ઉચ્ચારીએ તો જઘન્ય દેશવિરતિ ગુણઠાણું અને બારે વ્રત ઉચ્ચારીએ તો મધ્યમ અને ઉપરાંત પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવિરતિ ગુણઠાણું કહેવાય છે. ચૌદ નિયમ ધારવાની વિગત :
જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય, તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય, તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીત નીચે મુજબ છે. ૧. સચિત્ત - મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ ન બની શકે તો
સામાન્યથી એક-બે-ત્રણ પ્રકારે સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તનો દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લખેલું જ છે કે, પ્રમાણવંત, નિર્જીવ, પાપરહિત આહાર કરવાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે.' દ્રવ્ય - સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નરકમાં જાય છે. એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઇચ્છનીય નથી. સચિત્ત વિગઈ (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નંખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે, ખીચડી, રોટલી, રોટલો, નીવિયાતાનો લાડુ, લાપસી, પાપડી, ચુરમુ, કરબો, પૂરી, ક્ષીર, દૂધપાક એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય, તે એક દ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય, તે જુદા જુદા દ્રવ્ય ગણાય છે. (એ દ્રવ્યમાંથી એક-બે, ચાર જે વાપરવાં હોય તેની છૂટ રાખી બીજા બધાનો ત્યાગ કરવો.). વિગઈ - (વિગત)-વિગઈઓ ખાવા યોગ્ય છ પ્રકારની છે. ૧. દૂધ, ૨. દહીં, ૩. ઘી, ૪. તેલ, ૫. ગોળ, ૬. કઢા વિગઈ. (એ છ પ્રકારની વિગઈમાંથી જે જે વિગઈ વાપરવી હોય, તે છૂટી રાખી બીજીનો દરરોજ ત્યાગ કરવો.) ઉવાણહ - (ઉપાનહ)-પગમાં પહેરવાના જોડા તથા કપડાનાં મોજાની સંખ્યા રાખવી. કાષ્ઠની
પાવડી તો ઘણા જીવની વિરાધના થવાના ભયથી શ્રાવકને પહેરવી જ યોગ્ય નથી. ૫. તંબોલ - (તાંબૂલ) પાન, સોપારી, ખરસાર કે કાથો વગેરે સ્વાદિય વસ્તુઓનો નિયમ કરવો.
વત્થ - (વસ્ત્ર) પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતીયું કે ધોતિયું અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી. કુસુમ - અનેક જાતિનાં ફૂલ સૂંઘવાનો, માળા પહેરવાનો કે મસ્તક ઉપર રાખવાનો કે શય્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે નિયમ થાય છે, પણ દેવ-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી. વાહણ - રથ, અશ્વ, પોઠિયો, પાલખી વગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ (રેલવે, મોટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ વગેરે આધુનિક વાહનો.)
સચણ - (શયા)-ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો. શ્રાવક ધર્મ
૧૮૨
શ્રુતસરિતા
૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org