________________
2. ઉકાળેલું પાણી (૧) કાયમ ન થઈ શકે તો કુલ ૧૨ તિથિ (બીજ, પાંચમ, આઠમ,
અગિયારસ અને ચૌદસ-સુદ અને વદની તથા પૂનમ-અમાસ) અથવા (૨) આ બાર તિથિમાંથી સુદ પાંચમ, બંને આઠમ-ચૌદશ અથવા (૩) તીર્થકર ભગવન્તના દરેક મહિનામાં દીક્ષા-કલ્યાણક દિને અથવા
(૪) દર અઠવાડિયે શનિવાર/રવિવારના રોજ. ૩. કંદમૂળ ત્યાગ આજીવન હોવો જોઈએ. ૪. વાસી ખોરાક ત્યાગ આજીવન હોવો જોઈએ. પ. આયંબિલ દર મહિને ઓછામાં ઓછું એક કરવું (શક્ય હોય તો આઠમ-ચૌદશ) ૬. રસત્યાગ વિગઈ, ગળપણ, તળેલું, અથાણાં, મુખવાસ આદિ પદાર્થોમાંથી કોઈ
પણ એક-બેનો ત્યાગ-બાર તિથિ, શનિ-રવિ અગર કલ્યાણક દિને કરવો. ૭. વૃત્તિ સંક્ષેપ આખા દિવસમાં કુલ આઠથી બાર પદાર્થોનો વપરાશનો નિયમ બાર
તિથિ, શનિ-રવિ અગર કલ્યાણક દિને લેવો. કુલ પદાર્થોના વપરાશની
સંખ્યા (આઠથી બાર)નો અંક સવારથી ધારી લેવો. ૮. રાત્રિભોજન ત્યાગ આજીવન ન થાય તો રાત્રિના આઠ વાગ્યા પછી જમવું નહીં. પાર્ટીમાં
મોડેથી જમવું નહીં. ૯. જમતી વેળાએ (૧) એક કે ત્રણ નવકાર ગણી ભોજનનો પ્રારંભ કરવો. (૨) બને ત્યાં
સુધી ફરીથી લેવું નહીં. (૩) થાળી ધોઈને પી જવી. (૪) જમ્યા બાદ
એક નવકાર ગણવો. ૧૦. ખમાસમણા
દરરોજ ઓછામાં ઓછા પાંચ ખમાસમણા ગૃહમંદિરમાં દેવા (સુદ-વદ પાંચમે ખાસ). શ્રી મતિજ્ઞાનાય નમ-શ્રુતજ્ઞાનાય-અવધિજ્ઞાનાય
મન:પર્યવ-કેવળજ્ઞાન. ૧૧. કાઉસગ્ગ દરરોજ અથવા બાર તિથિ અથવા કલ્યાણક દિને બાર નવકારનો અગર
આઠ લોગસ્સનો ઊભા રહીને કરવો. ૧૨. સૂતી/ઊઠતી વેળાએ પથારીની બહાર ઊભા રહી સૂતી વેળાએ સાત નવકાર અને ઊઠતી
વેળાએ આઠ નવકાર ગણવા. ૧૩. ચૌવિહાર
‘જમ્યા પછી નહીં જમવાનું' એવી રીતે પચ્ચખાણ ધારી ચૌવિહાર/
તિવિહાર કરવા. પચ્ચખાણ ના આવડે, તો નવકાર ગણવો. ૧૪. નવકારશી/પોરસી શનિ-રવિ બંને દિવસ તો ખાસ કરવી. ૧૫. પચ્ચકખાણ ધારણા અભિગ્રહ એટલે કે ચારે પ્રકારના આહારના વપરાશના વચગાળા
દરમ્યાન પચ્ચકખાણની ટેવ પાડવી. (એક-બે-ત્રણ કલાક માટે).
પચ્ચકખાણ અગર નવકાર. શ્રુતસરિતા
૧૭૭
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org