________________
(૮) આત્મિક વિકાસ એ જ એક માત્ર લક્ષ્ય; બાકીનાં બધાં લક્ષ્યોને સર્વથા તિલાંજલિ. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘દ્વાત્રિંશ વાત્રિંશિષ્ઠા' પ્રકરણાન્તર્ગત ‘દીક્ષાબત્રીશી'માં કહ્યું છે :
दीशा हि श्रेयसो दानाद शिवपणा त्थ । सा ज्ञानिनो नियोगेन ज्ञानिनिश्रा वतोऽथवा ॥
અર્થ : શ્રેયનું પ્રદાન કરનારી અને અશિવ સંસારનો ઉચ્છેદ કરનારી દીક્ષા ચોક્કસપણે જ્ઞાનીને હોય છે. જેઓ જ્ઞાની નથી અથવા તો જ્ઞાનીની નિશ્રામાં રહેતા નથી, એવા લોકોને ચોક્કસ જ દીક્ષાની પ્રાપ્તિ થતી નથી.
ઉપસંહાર :
સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિજી કહે છે ‘કમળ કાદવમાં પેદા થાય, પાણીથી એ વધે, છતાં આ બન્નેથી અલગ રહે ! શ્રાવક કર્મથી જન્મે, ભોગથી વધે છતાં આ બન્નેથી અલિપ્ત રહે ! શ્રાવક એટલે ‘કમળ’.
પરમ શ્રદ્ધેય અધ્યાત્મયોગી સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ ‘સાધુપદ’ વિષયક કહે છે :
“સાધુ પાસે સમતાનું, નિર્ભયતાનું, ચારિત્રનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા, પ્રમોદનો પમરાટ અને માધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન માત્ર પુણ્યહીન ને જ ન ગમે !’’
૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે :
देशविरति खलु परिणामाः सर्वविरति ।
અર્થ : દેશવિરતિ ધર્મનું સાચું પરિણામ (ફલશ્રુતિ) સર્વવિરતિ છે.
આત્મમુક્તિનો અનુપમ માર્ગ અને મુક્તિ મેળવવાનું અનુપમ સાધન ‘દીક્ષા’ છે. જેઓ સર્વવરિત ધર્મ સ્વીકારી ના શકતા હોય, તેઓએ ભાવશ્રાવક તો અવશ્ય બનવું જ જોઈએ. એ વાત મનમાં બરોબર ગોઠવવી કે સર્વવરિત ધર્મ આરાધવાની અશક્તિ પૂરતો જ દેશવિરતિ ધર્મ છે; અને એ દેશવિરતિ ધર્મ સર્વવરિત ધર્મની તાલીમ આપનારો છે.
શ્રાવકને કોઈ પૂછે કે ‘તારે શું થવું છે ?’ તો જવાબ એક જ મળે કે ‘મારે સાધુ થવું છે.’ બીજો પ્રશ્ન પૂછે કે ‘કેમ થતો નથી ?’ તો કહે ‘અભાગિયો છું. સાધુ થવા માટે જ દેરાસર જઉં છું, પૂજા કરું છું, સ્વાધ્યાય કરું છું, પ્રવચનમાં જઉં છું, તપ કરું છું, વગેરે; પણ હજુ સંસાર છૂટતો નથી, એ મારા પરમ દુર્ભાગ્યની વાત છે.
આપણે પોતે ભાવશ્રાવક બની સર્વવિરતિધર્મરૂપી સંયમજીવન જીવવાના આપણા અંતરાયો દૂર થતાં જ ‘દીક્ષા’ લઈ મુક્તિના બારણે ટકોરા મારતા સહુને ધર્મલાભ'ની આશિષ આપતા આપણે સૌ ઊભા રહીએ, એ જ મંગલ મનીષા.
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
૧૭૪
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org