________________
(પાતળાં કરે કે ઓછા કરે કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને “શ્રાવક' કહેવાય. અહીં “શ્રાવક' શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ “ભાવશ્રાવકીમાં જ ઘટે છે. કહેલું છે કે –
श्रवन्ति यस्या पापानि, पूर्वबाद्धान्याने कशः ।
आवृतश्च व्रतैर्नित्यं, श्रावकः सोऽभिधीयते ।।१।। પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે) અને વ્રત પચ્ચખાણથી નિરંતર યુક્ત જ (વીંટાયેલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
सम्मत्तदंसणाइ, पइदीअहं जइजणा सुणेइ अ ।
सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥२॥ સમ્યકત્વાદિવાળો અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવશ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ।
कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ।।३।। નવ તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મસ્વરૂપનું ચિંતવન કરે, પાત્રામાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરીને પાપને નષ્ટ કરે, (એટલાં આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहु रमी विचक्षणाः ।।४।। શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણ લોકો શ્રાવક કહે છે.
ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે અને તે પણ ભાવશ્રાવકની અપેક્ષાએ છે. તેથી જ અહીં ભાવશ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે.
પૂર્ણ ધર્મનું પાલન કરવા ખુદ તીર્થક્ય ભગવંત પણ દીક્ષા ગ્રહણ કરે છે. (દીક્ષાનો અર્થ : પચચવાચી શબ્દ : પ્રવજ્યા - સર્વવિરતિ)
‘દા” અને “ક્ષી' - આ બે અક્ષરોના વ્યત્યય વડે “દીક્ષા' શબ્દ બન્યો છે. (૧) જગતના જીવમાત્ર સાથેના ભૌતિક સંબંધોના ત્યાગ કરવો અને જીવ માત્ર સાથે આત્મિક
સંબંધ બાંધવો. (૨) તમામ સામાજિક કર્તવ્યોનો ત્યાગ અને આધ્યાત્મિક કર્તવ્યોનો સ્વીકાર. (૩) તમામ પાપના સાધનોનો ત્યાગ અને આરાધનાના સાધનોનો સ્વીકાર. (૪) પોતાની પાસે જે કાંઈ છે તે બધું જ દેવ-ગુરુ-ધર્મને સમર્પણ. (૫) આખા જગતને અભયદાન આપવાનો સંકલ્પ ગ્રહણ કરવો. (૬) અધર્મના આલંબનોનો સર્વથા ત્યાગ અને ધર્મના આલંબનોનો સર્વથા સ્વીકાર. (૭) અનંતકાળથી આત્માએ સંચિત કરેલા પાપકર્મોને વોસિરાવવાની ક્રિયા. શ્રુતસરિતા ૧૭૩
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org