________________
શબ્દાર્થ : “શ્રાવક' શબ્દ : વ્યુત્પત્તિ અર્થ : શ્ર ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે, કે જેનો અર્થ થાય છે કે જિનવાણી સાંભળવી
અને તદનુસાર આચરણ કરવું. નિરૂક્તિ અર્થ : શ્રદ્ધા, વિવેક અને ક્રિયાનો ત્રિવેણી સંગમ જેનામાં હોય તે. પ્રસ્તાવના :
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર સ્વરૂપ મુક્તિમાર્ગ દર્શાવવામાં આવ્યો છે. એને રત્નત્રયીના નામે ઓળખાવાય છે. એ રત્નત્રયીની સંપૂર્ણ આરાધના વીતરાગ સર્વજ્ઞ પ્રભુ કથિત સાધુ ધર્મ એટલે કે સર્વવિરતિના પાલનમાં જ શક્ય બને છે. હર કોઈ આત્મા, એ સાધુપણું પાળવા શક્તિ ધરાવતા હોતા નથી. એવા અલ્પ સત્તાવાળા જીવો સાધુપણાના પાલનની શક્તિ આવે એવી અભિલાષાપૂર્વક શ્રાવક ધર્મ એટલે કે દેશવિરતિ ધર્મનું પાલન કરે છે.
એ સંસાર ભલે ત્યાગી શક્તો નથી; પરંતુ સંસાર એને ઉપાદેય (આદરવા યોગ્ય) તો લાગતો જ નથી. સંસાર ક્યારે છોડું ? ક્યારે છોડું? એવો નિરંતર પ્રશસ્ત ભાવ એના ચિત્તમાં સતત રમ્યા કરતો હોય છે.
શ્રદ્ધા, વિવેક અને ક્રિયા – આ ત્રણે રત્નત્રયી સ્વરૂપ જ છે. આ ત્રણ અનિવાર્ય કર્તવ્યો બીજરૂપ છે, અને તેના સિંચન, સંરક્ષણ અને સંવર્ધનથી એ શ્રાવકપણું “દીક્ષા' તરફ દોરી જાય છે; અને સાધુપણાની પ્રાપ્તિ કરાવવા દ્વારા શ્રાવકને પ્રાંતે મોક્ષસુખની ભેટ સમર્પી શકે છે.
શ્રાવક-જીવનની મર્યાદા, સત્યનો અભાવ, શક્તિ-સંયોગની હીનતા, ભલે જ્ઞાન અને ચારિત્રની બાબતમાં શ્રાવકને પાછો પાડે; પણ એનું શ્રદ્ધાબળ એને મોહરાજા સામે ટટ્ટાર ઊભો રાખે છે. શ્રદ્ધાથી સમન્વિત અલ્પ પણ જ્ઞાન-ચારિત્ર સમ્યક બની એને પરમાર્થના પથ પર પ્રયાણ કરવા માટે જરૂરી પ્રકાશ પાથરી આપે છે.
શ્રાદ્ધ' એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એનો સીધો સાદો અર્થ થાય છે - શ્રદ્ધા રાખનાર, શ્રદ્ધા સંયુક્ત એવો શ્રાવક. આમાં પર્યાયવાચી શબ્દ તરીકે “શ્રાદ્ધ' શબ્દ ગોઠવાયો છે. શ્રાદ્ધ વિધિ એટલે કે શ્રદ્ધાસંપન્ન શ્રાવની વિધિ.
શ્રાવક ધર્મના જ્ઞાન માટે-ધર્મની સાચી સમજણ માટે-વર્તમાનકાળની આવશ્યક આરાધના માટે આપણે જ્ઞાની મહાપુરુષોના ગ્રંથો વાંચવા જોઈએ; જેવા કે શ્રાદ્ધવિધિ પ્રકરણ, વંદિતા સૂત્રની ટીકાનું ભાષાંતર (અર્થદીપિકા), ધર્મરત્ન પ્રકરણ, ધર્મસંગ્રહ, ઉપદેશપ્રાસાદ, શ્રાવક પ્રજ્ઞપ્તિ, શ્રાદ્ધગુણ વિવરણ, શ્રાદ્ધધર્મદીપિકા, ભાષ્યત્રય, દ્રવ્યસપ્તતિકા, પૂજા પ્રકરણ, પ્રતિમાશતક, પંચાશક, આચારોપદેશ આદિ. શ્રાવકનું સ્વરૂપ : ચાર નિક્ષેપ (૧) નામ શ્રાવક - શ્રાવક શબ્દના અર્થથી રહિત. કેવળ નામને ધારણ કરે તે. (૨) સ્થાપના શ્રાવક - કોઈક ગુણવંત શ્રાવકની પાષાણિકની પ્રતિમા કે છબી. શ્રુતસરિતા ૧૭૧
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org