________________
(૪) સાધુજીવનનાં પાંચ મહાવ્રત પળાઈ જાય છે. શ્રાવક બે ઘડી સાધુ સમાન થાય છે. (સમજો
સાવો ઠંડું ગા). (૫) બારે પ્રકારના તપ થાય છે. (૬) અશુભ કર્મો છેદાય છે. (છિન્નડું સમુદ્ર મં). (૭) દેવલોકનું આયુષ્ય બંધાય છે. (૮) રોજના એક લાખ ખાંડી સોનાના દાન કરતાં પણ એક શુદ્ધ સામાયિકનું ફળ અનેકગણું છે. (૯) પાપકર્મ બંધાતા નથી, કારણ કે સાવદ્યયોગનું પચ્ચકખાણ છે. (સાવળં નોri પદ્યમ). (૧૦) આ સમયગાળામાં ઉદયમાં આવેલા કષાયો કર્મ બંધાવ્યા વિના આપમેળે નિર્જરી જાય છે. (૧૧) પ્રમાદ (વ્યસન, વિષય, કષાય, નિદ્રા, વિકથા)નો ત્યાગ થાય છે. (૧૨) ૨૫ પ્રકારનું મિથ્યાત્વ લાગતું નથી. (૧૩) અતિચારના ૯૯ પ્રકારના દોષો લાગતા નથી. (૧૪) સમભાવરૂપી સ્વભાવમાં રહેવાથી સ્વરૂપ લક્ષ્ય સિદ્ધ થાય છે. પરિણામે જીવ મુક્તિ પામે છે. સામાયિકના સ્વરૂપ સંબંધી ઉલ્લેખો : (૧) કેવળજ્ઞાનીનું વચન :
जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे ।
तस्स सामाइयं होइ, इइ के वलभासियं ।। અર્થ : કેવળી ભગવંતે એમ કહ્યું છે કે જેનો આત્મા (બહિર્ભાવ છોડીને) સંયમ, નિયમ અને તપમાં
આવેલો છે, તેને સામાયિક (સિદ્ધ) થાય છે. (૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી-યોગશાસ્ત્રમાં
त्यक्तातरौद्र ध्यानस्य, त्यक्त सावद्यकर्मणः ।
मुहूर्त समता या ता, विदुः सामायिक व्रतम् ॥ અર્થ આર્તધ્યાનનો અને રૌદ્રધ્યાનનો તથા સાવદ્યકર્મોનો ત્યાગ કરનારની એક મુહૂતપર્યત જે
સમતા, તેને સાધુપુરુષો સામાયિક વ્રત તરીકે ઓળખે છે. (૩) શ્રી હરિભદ્રસૂરિજીએ સાધના ક્રમમાં દર્શાવ્યું છે :
अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसंक्षयः ।
मोक्षेण योजनाद्योग, एष श्रेष्टो यथोत्तरम् ।। અર્થ : અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમત્વ અને વૃત્તિસંક્ષય મોક્ષમાં જોડનાર હોવાથી યોગ છે, અને
ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તાત્પર્ય એ કે અધ્યાત્મથી ભાવના પ્રકટે છે, ભાવનાથી ધ્યાન પ્રકટે છે અને ધ્યાનથી સમત્વની સિદ્ધિ થાય છે. પરિણામે શેષ રહેલી વૃત્તિઓનો ક્ષય થઈ જાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આનો અર્થ એ છે કે સામાયિકની સિદ્ધિ કરવી હોય તો પ્રથમ અધ્યાયની ભૂમિકા,
પછી ભાવનાની ભૂમિકા અને તે પછી ધ્યાનની ભૂમિકા સિદ્ધ કરવી જોઈએ. સામાયિક વિજ્ઞાન
૧૫૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org