________________
ચૂકેલ આત્મા ચાર ગતિમાં ૮૪ લાખ યોનિમાં બધે જ જઈ શકે છે. માટે, મારે ગાફેલ રહેવું
નથી. દુઃખના પ્રસંગે આર્ત-રૌદ્ર ધ્યાન નહીં અને સુખના પ્રસંગે રાગાદિ-કષાયાદિ ભાવ નહીં. (૪) હું સાથે શું લઈ આવ્યો અને શું લઈ જવાનો ? પુણ્ય-પાપ અને તેના અનુબંધો લઈને
હું આ ભવમાં આવ્યો છું. જીવનમાં પાડેલા સુસંસ્કારો કે કુસંસ્કારો તેમ જ વિષમય વિષયો ખાતર કેળવેલા કષાયો અને કુલેશ્યાઓ હું પરભવે સાથે લઈ જવાનો. જિનાજ્ઞાપાલન દ્વારા ઉપાર્જન કરેલ પુણ્ય, પુણ્યના અનુબંધો, સુસંસ્કારો, સગુણો અને લોકોત્તર ગુણો મારે પરભવમાં
સાથે લઈ જવા છે. (૫) મારા દેવ, ગુરુ, ધર્મ કયો છે ? વીતરાગ મારા દેવ, નિગ્રંથ મારા ગુરુ અને કેવળી પ્રરૂપિત
મારો ધર્મ છે. (૬) મારું કર્તવ્ય શું ? આ લોક સુધરે, પરલોક, ઉજ્જવળ બને અને અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય
એ માટે જ્ઞાની ભગવંતોએ દૈનિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, વાર્ષિક અને જીવનકાળનાં સુંદર કર્તવ્યો દર્શાવ્યાં છે. પ્રમાદ છોડી, તેનું યથાશક્તિ પાલન કરી જીવન સફળ બનાવવાની આપણી ફરજ છે. આ કર્તવ્યો ચિત્તને નિર્મળ બનાવે, આત્માને પાવન કરે, દોષોનો નાશ કરે, સગુણોનો ભંડાર ભરે, પાપના અનુબંધ તોડે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે અને રાગદ્વેષનો નાશ કરે.
આ ઉપરાંત, સામાયિકમાં છ દ્રવ્ય, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનક, કર્યપ્રકૃતિ, ચૌદ રાજલોક, બાર ભાવના, મૌલિક સિદ્ધાંતો આદિનું ચિંતન કરવું.
ઉપર દર્શાવેલ ચિંતન અનુકૂળ ના પડે, ફાવે નહીં અથવા અશકય લાગે, તો નીચે મુજબની પાંચ પ્રકારની આરાધના ૪૮ મિનિટમાં કરવી. ૧૦ મિનિટ આત્માનો વિચાર કરવો. ૧૦ મિનિટ પરમાત્માનો વિચાર કરવો. ૧૦ મિનિટ ત્રણે લોકના તીર્થોનો અને આપણે યાત્રા કરેલ તીર્થોનો વિચાર કરવો – ભાવ યાત્રા
કરવી. ૧૦ મિનિટ શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
૮ મિનિટ કર્મક્ષય માટે નવકાર | લોગસ્સનો કાઉસગ્ગ કરવો અથવા વાચન કરવું. ૪૮ મિનિટ સ્વાધ્યાય કરવો. સામાચિકમાં પરમાત્માનો વિચાર
હે દેવાધિદેવ અરિહંત પરમાત્મા! આ ઘોર ભયંકર સંસારસાગરમાં આપ પણ અમારી જેમ અનંતકાળથી અનંત જન્મમરણ કરી રહ્યા હતા. એમાં મહાન પુણ્યોદયે ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ. સગુરુનો સુયોગ મળ્યો. સગુરુએ સાચા દેવ-ગુરુ-ધર્મની ઓળખ કરાવી. આપને એ સુદેવગુરુ-ધર્મ ઉપર અપૂર્વશ્રદ્ધા પ્રગટી. આ ભવચક્રમાં અત્યંત દુર્લભ એવા સમ્યકત્વગુણની પ્રાપ્તિ થઈ. શ્રુતસરિતા
૧૬૫
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org