________________
દષ્ટાંતની માફક ભૂલા પડી જઈશું.
માટે, મદત્યાગ કરી, વિનય અને નમ્રતાનાં દિવ્ય પુષ્પોને આપણા હૃદયબાગમાં ખીલવા દઈએ. મદત્યાગના ઉપાયો : સર્વ મદસ્થાનોનો (અભિમાન) મૂળ વિનાશ માટે બે ઉપાયો : (૧) પોતાના ગુણોનો ગર્વ ના કરવો :
આપણી મનાવૃત્તિ બદલી “મારા કરતાં ઘણા મહાપુરુષો ચડિયાતા છે' આ વિચારને દઢ કરવો. વારંવાર પ્રશંસા સાંભળવી નહીં, કારણ કે તેના વડે આપણો માનકષાય પુષ્ટ થાય છે. આપણા પ્રશંસકને કહેવું કે તમને મારામાં ગુણો દેખાય છે, તે તમારી ગુણદષ્ટિને આભારી છે; બાકી મારામાં કોઈ વિશિષ્ટ ગુણ મને દેખાતો નથી.' (૨) બીજાઓની નિંદાનો ત્યાગ કરવો :
પરનિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં, કારણ કે તેના વડે એ જીવો પ્રત્યે આપણને અણગમો-તિરસ્કાર પેદા થાય છે.
જે દુનિયામાં આપણે જીવીએ છીએ તેમાં સ્વપ્રશંસા અને પરનિંદાના પડઘમ વાગી રહેલાં છે. જીવનનો મહાશત્રુ “અભિમાન' છે. મોક્ષમાર્ગને અનુસરતો વિનય મહાન ગુણ અભિમાનના દુર્ગુણ દ્વારા નષ્ટ થાય છે.
અભિમાન જીવનવિકાસ માટે પૂર્ણવિરામરૂપ પુરવાર થાય છે. પ્રગતિ રોકાય છે અને હાનિ વધે છે. લાકડાની અકડાઈ કયાં સુધી રહે છે? અગ્નિની આંચ ના લાગે ત્યાં સુધી જ. અહમનો સર્વથા ત્યાગ કરવો.
બીજા મનુષ્યોના બળ, બુદ્ધિ, જ્ઞાન વગેરેની નિંદા ના કરો. બીજા જીવોને ઉતારી ના પાડો. આલોક અને પરલોકમાં અનર્થોની હારમાળા સર્જનારા અભિમાનને જીવનમાંથી વિદાય આપી દેવી. દુઃખના દાવાનળ સળગાવનારા મદને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવો જોઈએ. આત્મગુણોનો સર્વનાશ કરનારા આ આઠ પ્રકારના મદનો પડછાયો પણ આપણા પર પડી ના જાય તેની તકેદારી રાખી જીવન જીવવું.
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत ।
अयमेव हि नम्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ।। અર્થ : “અહ” અને “મમ” એ બે મોહના-મદના મંત્રો છે. જગતના જીવો સદા એનો જ જાપ કરે
છે. જગતને તે અંધ કરે છે. આ જ મગ્નની આગળ નકાર મૂકીએ તો પ્રતિમંત્ર “નારું અને
મમ’ બને, કે જે મોહને-મદને જીતનારો બને છે. સહુ જીવો મદત્યાગ વડે શાન્તિ, પ્રશમ, ઉપશમની પ્રાપ્તિ થાય અને નિરવધિ આનંદ અનુભવે એવી શુભ ભાવના.
શ્રુતસરિતા
૧૪૯
આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org