________________
(૮) આશ્રવ-સંવર-બંધ-મોક્ષની ધારાવાહી અનુપ્રેક્ષા કરી શકો છો? (૯) દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગનું સંકલનપૂર્વક અધ્યયન
કરી શકો છો ? ' (૧૦) બુદ્ધિના આઠ પ્રકારો (શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન).
ચિતવી શકો છો? (૧૧) માત્ર ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી શકો? ૧૬ વર્ષના ગણધર પ્રભાસ.
(શ્રી મહાવીર સ્વામીના) () લોકપ્રિયતા મદ :
જેમ ભિખારી વડે સ્તુતિ-પ્રશંસા સાંભળી મનુષ્ય ભિખારીને ભિક્ષા આપી દે છે, તેમ લોકોની સ્તુતિ પ્રશંસા કરી કરીને અને તેઓને જે સાંભળવું ગમતું હોય તે સંભળાવીને કે પ્રિય ભાષણ કરીને લોકપ્રિય કે લોકલાડીલા થવાનો માર્ગ અપ્રશસ્ત છે. તેના વડે ઉસૂત્ર પ્રરૂપણા થાય છે, જિનાજ્ઞાભંગ થાય છે. આ મદ અતિ નુકસાનકારી પુરવાર થાય છે.
શ્રાવકના ૨૧ ગુણો પૈકી એક ગુણ “લોકપ્રિયતા' છે. એનો અર્થ છે : પરમાર્થ-પરોપકાર કરવો તે જિનાજ્ઞા છે, માટે મારું કર્તવ્ય છે. અનેક શ્રાવક-શ્રાવિકાને ધર્મારાધનામાં જોડી પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાના અને બંધાવવાના પવિત્ર હેતુથી કર્તવ્યની કેડી ઉપર ચાલનાર વ્યક્તિ ઉપર આપણને સૌને સ્વાભાવિકપણે સ્નેહ થવાનો જ. આવા મહાપુરુષોની લોકપ્રિયતા અનેક જીવાત્માઓને ધર્મ-પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. બીજાની કૃપારૂપ લોકપ્રિયતાથી જે અભિમાન કરે છે, લોકપ્રિયતા ચાલી જતાં તેને શોકસમુદાય ભેટે છે. (૮) શ્રુતજ્ઞાન મદ :
મહાન જ્ઞાની પુરુષોના પરિચયથી અને સતત પુરુષાર્થથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે શ્રુતજ્ઞાનથી ચારિત્ર અને ક્રિયાની આરાધના કરીને સર્વ પ્રકારના મદોને દૂર કરવાનો હોય છે, તે શ્રત પામીને મદ કેવી રીતે કરાય?
પ્રકાશથી અંધકાર દૂર કરવાનો હોય. જો અંધકાર દૂર ન થતો હોય તો તેને પ્રકાશ કેમ કહેવાય? જે જ્ઞાનથી અજ્ઞાન દૂર ના થતું હોય તેને સમ્યગુજ્ઞાન કેમ કહેવાય ?
શ્રુતજ્ઞાનથી રાગ-દ્વેષ-મોહ દૂર થવા જોઈએ; અભિમાનનો અંધાપો દૂર થવો જોઈએ. અધ્યાત્મ વિનાનું શ્રુતજ્ઞાન સંસારવૃદ્ધિનો હેતુ બને છે. મદના અપાય : (મદ વડે થતું નુકસાન) - આ આઠ પ્રકારના સદસ્થાનોમાં પરમાર્થ દૃષ્ટિએ ખરેખર કોઈ ગુણ નથી. માત્ર પોતાના હૃદયનો ઉન્માદ અને સંસારવૃદ્ધિ જ સમજવી.
આઠમાંથી આપણે એકાદ મદના રવાડે ચડી ગયો તો ગુરુકૃપાના પાત્ર નહીં બનીએ, વડીલોના આશીર્વાદ નહીં પામીએ, સ્વજનોની પ્રીતિ પ્રાપ્ત નહીં કરી શકીએ; અને અનંત સંસારમાં મરિચીના આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org