________________
(૬) આર્ત અને રૌદ્ર ધ્યાનનો તથા સાવદ્ય કર્મોનો ત્યાગ કરવા વડે એક મુહૂર્ત-પર્યત સમતાની પ્રાપ્તિ. મહિમા :
સામાયિક એ જિનશાસનની મહામહિમાશાળી યોગ છે. તીર્થકર ભગવંત સહિત ચતુર્વિધ સંઘ તેનો આશ્રય લે છે. નમસ્કાર મહામંત્રને જિનશાસનનો સાર કહેવામાં આવે છે; પરંતુ નમસ્કાર મહામંત્રનો સાર “સામાયિક' છે. પંચ પરમેષ્ઠિના જીવનનો “સામાયિક' મુખ્ય આધારસ્તંભ છે. નમસ્કાર મહામંત્ર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે, જ્યારે સામાયિક તો મોક્ષપ્રાપ્તિનું સીધું સાધન છે. આપણા જીવનમાંથી અધ્યાત્મ અને યોગનો રંગ ઊડી ગયો છે, એટલે સામાયિકનો મહિમા જેવા અને જેટલા જોરથી ગવાવો જોઈએ તેવા અને તેટલા જોરથી ગવાતો નથી. શાસ્ત્રવચન છે :
जे के वि गया मोक्खां, जे वि य गच्छं ति ।
जे व गमिस्संति, ते सव्वे सामाइयप्पभावेण मुणेयव्वं ।। અર્થ આજ સુધીમાં જે આત્માઓ મોક્ષે ગયા છે, આજે જે મોક્ષમાં જાય છે અને ભવિષ્યમાં જે
મોક્ષે જશે, તો બધો પ્રભાવ “સામાયિક'નો જાણવો. દશપૂર્વધર પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી ભગવંતે “સંબંધકારિકા” માં –
सामायिक पद मात्र सिद्धा अनंता । અર્થ : અનંત સિદ્ધો માટેનું એક માત્ર પદ (સાધન) સામાયિક ધર્મ છે.
મોક્ષપ્રાપ્તિનું સહુથી નજીકનું કારણ સમ્યક ચારિત્ર છે; પણ એ સમ્યક ચારિત્રનો પાયો “સામાયિક થી જ નંખાય છે. જેમ સર્વ પદાર્થોનો આધાર આકાશ છે, તેમ સર્વ ગુણોનો આધાર “સામાયિક છે.
સામાયિક એક પ્રકારની ધાર્મિક ક્રિયા છે; એક પ્રકારનું ઉત્તમ કોટિનું આધ્યાત્મિક અનુષ્ઠાન છે, અને વિશિષ્ટ કોટિના રાજયોગની સાધના છે. ધર્મ = આચાર-વિચારની નિયત ભૂમિકાઓની સ્પર્શના. અધ્યાત્મ = આત્મસ્વરૂપ અને આત્મવિકાસની વિચારણાઓને પ્રાધાન્ય. યોગ = આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર કે મોક્ષપ્રાપ્તિ માટેની વિશિષ્ટ પ્રક્રિયાઓનું અનુસરણ.
આચારપ્રદીપ” ગ્રંથમાં ગ્રંથકાર ફરમાવે છે કે આ જીવનો જેટલો સમય સામાયિક અને પૌષધમાં પસાર થાય છે તેટલો જ સમય એનો સફળ ગણાય. બાકીનો બધો સમય સંસારના ફળને વધારનારો હોય છે.
રાજગૃહીમાં રહેતા શ્રી પુણિયા શ્રાવની ભાવસામાયિક્તો ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામીના મુખેથી થયો હતો. પુણીયો શ્રાવક સંપત્તિના અભાવમાં સુખી હતો અને મખણ શેઠ સંપત્તિના ઢેર ઉપર પણ દુ:ખી હતો. સુખનો સંબંધ સંપત્તિ કે સામગ્રી સાથે નથી; સુખનો સંબંધ સંતોષ સાથે છે. આપણે સંસારમાં અભાવને કારણે નહીં, અસંતોષના કારણે દુ:ખી છીએ. સુખની સામગ્રીઓ ભેગી કરાશે; પણ સુખ ભેગું કરી શકાતું નથી. સામાયિક વિજ્ઞાન
૧૫૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org