________________
“કોઈ ગોર, કોઈ કાલા-પીલા, યે સબ નયણે નિરખનકી;
વો દેખો મત રાચો પ્રાણી, મેં હૈ રચના પુદગલકી.” (૭) જીમમાં વ્યાયામ કરીને, માલીસ કરીને, સ્નાન કરીને, સુગંધી દ્રવ્યોના વિલેપન કરીને,
દરરોજ મનપસંદ પૌષ્ટિક આહાર કરીને પણ આ શરીર અંતે તો રાખનો ઢગલો જ
થવાનો છે. (૪) બળ મદ :
પોતાના શારીરિક બળ ઉપર મુસ્તાક પહેલવાનો પણ કાળક્રમે નિર્બળ બની જાય છે. બળ જીવનપર્યત કદાપિ ટકવાવાળું હોતું નથી. મહાન સિકંદર, નેપોલિયન, રાજા રાવણ વગેરે દષ્ટાંતો આપણી સમક્ષ છે. બળના ઉપયોગ મદ માટે કરવો નહીં, તેના બદલે સ્વ-પરની ઉન્નતિ માટે કરવો. બળનો ધર્મપુરુષાર્થમાં વિનિયોગ કરીને આપણું બળ અક્ષય બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. (૫) લાભ મદ :
અંતરાય કર્મના પાંચ પ્રકાર (દાન-લાભ-ભોગ-ઉપયોગ-વીર્ય) પૈકીનું આપણને લાભની પ્રાપ્તિમાં વિદન કરનારું કર્મ છે લાભાંતરાય કર્મ. આ કર્મ ઉદયમાં આવે એટલે દાનેશ્વરીને હૃદયમાં આપણને લાભ આપવાનો ભાવ જાગવા ના દે. આમ, આપણા લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ અને દાતાને દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ આ બંનેનો સુમેળ થાય ત્યારે જ આપણને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.
લાભાંતરાયનો ક્ષયોપશમ કર્મભનિત હોઈ સદાકાળ એકસરખો હોતો નથી. આપણા લાભાંતરાયનો ક્ષયોપશમ, દાતાના દાનાંતરાયનો ક્ષયોપશમ અને એના ચિત્તની પ્રસન્નતા - આ ત્રણે બાબતોનો સુમેળ કાયમ રહેતો નથી.
આ કર્મજ્ઞાન (તત્ત્વજ્ઞાન) પામ્યા પછી પ્રાપ્તિમાં અભિમાન અને અપ્રાપ્તિમાં દીનતા ધારણ કરવી નહીં. કાર્યકારણના ભાવ જાણ્યા પછી સુખ-દુઃખ, હર્ષ-શોક, રતિ-અરતિ જેવા દ્વન્દ્ર મટી જાય છે. (૬) બુદ્ધિ મદ :
આપણને બુદ્ધિની ખુમારી હોય અને થોડા મૂર્ખ માણસો વચ્ચે આપણે બુદ્ધિમાન તરીકે પૂજાતા હોઈએ તો વિચારો કે :
(૧) દરરોજ આપણે કેટલા સૂત્રપાઠ ગ્રહણ કરી, કંઠસ્થ કરી, અર્થગ્રહણ કરી શકીએ ? (૨) તે સૂત્રો-અર્થો કેટલાને સમજાવી શકો? (૩) પ્રશમરતિ-યોગશાસ્ત્ર જેવા આધ્યાત્મિક ગ્રંથો નૈષધીય મહાકાવ્ય કે હીર સૌભાગ્ય મહાકાવ્ય
જેવી કાવ્યરચના કે ઉપમિતિ જેવો કથાગ્રંથ રચી શકવાની બુદ્ધિ છે ? (૪) આત્મતત્ત્વનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ચિંતન કરી શકો છો? (૫) ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતથી આત્મતત્ત્વનું પરિશીલન કરી શકો છો ? (૬) બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્મબંધ અંગે અવગાહન કરી શકો છો ?
(૭) બંધ-ઉદય-ઉદીરણા-સત્તાનું ભાવવાહી સકૃત ચિંતન કરી શકો છો ? શ્રુતસરિતા
૧૪૭ આઠ મદનું આક્રમણ અને સંક્રમર્ણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org