________________
કહે છે. એ ત્રણ દિવસ દરમિયાન તેઓને પહેલાના સમય પ્રમાણે દિવસે ઊંઘ આવે અને રાત્રે જાગે, દિવસે ભૂખ ના લાગે પણ રાત્રે ભૂખ લાગે છે. મગજ પણ થોડો વખત અપસેટ-અવ્યવસ્થિત રહે છે. તેથી વિદેશમાં જતા એલચી-રાજદૂતોને પોતે જે તે દેશમાં ગયા પછી ત્રણ દિવસ સુધી કોઈ નવા નીતિવિષયક નિર્ણયો કે અગત્યની મંત્રણા નહિ કરવાનો આદેશ હોય છે. માટે લાંબી તપશ્ચર્યા દરમિયાન પ્રથમ ત્રણ દિવસ પછી ભૂખ કે અશક્તિ વગેરે નહિ લાગવાનું કારણ આ જ છે. ત્રણ દિવસ દરમિયાન શરીર પોતે પોતાને ગરમી અને શક્તિ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી લે છે.
ટૂંકમાં, જૈનધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્યવિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાન-(physiology)ની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલર્જી હોય તો, વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ.
- (પ.પૂ. તપસ્વી આ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથ) ટૂંકમાં “પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ?” એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય.
વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક પ્રવાહમાં ધનવિદ્યુતુભારવાળા અણુઓ (Positively charged particles called cations) અને ઋણવિધુતભારવાળા અણુઓ (Negatively charged particles caled anions) હોય છે અને કૂવા, તળાવ, નદી, વરસાદ વગેરેના પાણીમાં ક્ષાર હોય છે. અને સાથે સાથે તેમાં ઋણવિદ્યુતુભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. ઋણવિદ્યુતુભારવાળા અણુવાળુ પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાજગી/સ્કૃતિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પણ પેદા કરે છે, પરંતુ જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણી અચિત્ત તો થઈ જ જાય છે પણ સાથે સાથે તેમાં રહેલ ઋણવિદ્યુતુભારવાળા અણુઓ તટસ્થ અર્થાત્ વીજભારરહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી. માટે જ સાધુ-સાધ્વી તથા તપસ્વી ગૃહસ્થ-શ્રાવકોએ ગરમ કરેલ અચિત્ત પાણી જ પીવું યોગ્ય છે.
અનુષ્ઠાન ધર્મ Jain Education International 2010_03
૧ ૨૬ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org