________________
બંધાવવાનું દરેક શ્રાવક માટે શક્ય નથી. પરંતુ, અઢારે પાપસ્થાનક સેવીને પરિગ્રહની ભાવનાથી એકત્રિત કરેલા ધનનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ જિનાલય નિર્માણ-કાર્યમાં યોગદાન આપવા વડે થઈ શકે છે. વળી, આપણા જીવનમાં જિનાલય-નિર્માણ કાર્યમાં દાનરૂપી સહયોગ આપવાનો સુઅવસર સદ્ભાગ્યે અને પુણ્યોદયે એકાદ-બે વખત જ આવતો હોય છે.
એક વાત સમજવી જરૂરી છે કે ભૌતિક દુઃખોને દૂર કરવાવાળું અનુકંપાદાન લૌકિક દાન ગણાશે; પણ એ જ દાન જો સુપાત્રદાનના સાત ક્ષેત્રોમાં વાવેતર કરવા, શાસન પ્રભાવના કરવા અને પોતાના આત્માની ભાવદયા કરવાના લક્ષ્યથી આપણે કરીએ, તો લોકોત્તર દાન કહેવાશે. કાયાને લક્ષમાં રાખીને કરાતી દયા તે દ્રવ્યદયા અને આત્માને લક્ષમાં રાખીને કરવામાં આવતી દયા તે ભાવદયા સમજવી. શ્રાવકો વસ્તુપાલ-તેજપાલ, સંપ્રતિ મહારાજા, જગડુ શાહ, પેથડ શાહ, ધરણા શાહ, શ્રેણિક મહારાજા, કુમારપાળ મહારાજા આદિ અનેક શ્રાવકોએ સાત ક્ષેત્રોમાં કરેલ વાવેતર અને તે દ્વારા લોકોત્તર ફળની પ્રાપ્તિનાં જ્વલંત ઉદાહરણો છે.
અભયદાનની જીવના પ્રાણને નિર્ભય બનાવવા વડે જે તે જીવનું વર્તમાન જીવન સુરક્ષિત થાય છે. પરંતુ, સમ્યક જ્ઞાનદાનથી તો જીવ ભવોભવ સુરક્ષિત થાય છે અને પ્રાન્ત પરમપદની પ્રાપ્તિનું સાધનને પામે છે. જ્ઞાનદાન, અભયદાન અને ધનદાનમાં, પૈસાથી અપાતું દાન ઘણું જ હલકું છે, ઊતરતી કક્ષાનું છે. ધનદાનમાં આરંભ-સમારંભ સમાયેલા છે જ્યારે સામાયિકમાં આરંભ-સમારંભ શૂન્ય અભયદાન સમાયેલું છે. દાનની જેટલી કક્ષા ઊંચી, તેટલો ધર્મ ઊંચો.
વર્તમાનમાં દાનના ક્ષેત્રે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. અનુકંપાદાન જ દાન તરીકે મહત્ત્વનું ના હોવા છતાં, સૌ કોઈને લાગે છે. તેથી, લોકો બોલે છે : “જનસેવા એ જ પ્રભુસેવા'. વાસ્તવમાં, ક્યાં સામાન્ય જન અને ક્યાં પરમાત્મા ! બન્નેની સેવા કદી સમાન થાય જ નહીં. “જનસેવા' શબ્દ પણ મિથ્યાત્વસૂચક છે. દુઃખી માનવની સેવા નહીં, પણ દયા હોય. સેવા તો પૂજ્યની જ હોય. પાત્ર પલટાય એટલે ભાવ પલટાય અને એથી આપણો વ્યવહાર પણ પલટાય. . સાધુ ભગવંતને જે ભાવથી ગોચરી આપણે વહોરાવીએ, તેવા જ ભાવથી ભિખારીને આપણે ખાવાનું નથી આપતા. પાત્ર પલટાતાં એકલા ભાવમાં જ નહીં, સાથે સાથે પ્રવૃત્તિમાં પણ ભેદ પડશે જ.
સુપાત્રદાન ઘણું ઊંચું છે, છતાં અવસરે અનુકંપાદાન અવશ્ય કરણીય છે, એમ ભગવાને કહ્યુ છે. એટલે કે આ બન્ને પ્રકારનાં દાન પોતપોતાના અવસરે કરવાં જોઈએ. દા.ત, જગત મધર ટેરેસાને મહાન દયાળુ વ્યક્તિ માને છે, પણ શાસ્ત્રની દૃષ્ટિએ, તેમની આખી જિંદગીની દયા કરતાં, એક ભાવશ્રાવકની સામાયિકનું મૂલ્ય અનેકગણું વધારે છે. દયાપાત્રમાં કરાતું દાન હલકું છે, ભક્તિપાત્રમાં કરાતું દાન ઊંચું છે, લોકોત્તર છે અને પરમ મોક્ષ સુધીનું ફળ પરંપરાએ આપવા સમર્થ છે. - પૂજ્ય આ.ભ. શ્રી રત્નસુંદરસૂરિજી યથાર્થ ફરમાવે છે કે સામે ચાલીને દાન કરવાની તક શોધતા રહેવું એ સત્કારની ભૂમિકા છે. સામે ચડીને આવેલી દાનની તકને વધાવી લેવી તે સ્વીકારની ભૂમિકા છે. હૈયાને વિશાળ બનાવી, નાણાં કોથળી ખુલ્લી મૂકી દીધા વિના “સત્કાર'નું પ્રતિનિધિત્વ ધરાવી શકાય તેમ નથી. એટલી ઉદાર વૃત્તિ ન હોય તો છેવટે “સ્વીકારની ભૂમિકામાંથી તો પીછેહઠ દાનધર્મ
૧૪૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org