________________
શુદ્ધ વસ્તુ આપણી પાસે કોઈ વાર હોય તો તે વખતે સંયતાત્માનો યોગ મળી જ જાય એવું કોઈ વાર જ બને. સંયતાત્માનો યોગ મળે ત્યારે શુદ્ધ વસ્તુ તૈયાર કરવા બેસીએ તો કોઈ વાર કોઈને કોઈ દોષ લાગી જાય. તેથી સદાને માટે શુદ્ધ આપણી પાસે હોય તો જ સુપાત્રદાન થઈ શકે. (ર) સુપાત્રને અશુદ્ધ દાન :
સુપાત્રને અશુદ્ધ દાન આપવાથી કાલાદિની અપેક્ષાએ નિર્જરારૂપ ફળ મળે અથવા ન પણ મળે, તેથી આ બીજા ભાંગામાં વૈકલ્પિક શુદ્ધતા છે. આશય એ છે કે દુષ્કાળ વગેરે કાળના કારણે અથવા તો વિશિષ્ટ દ્રવ્યને કારણે, જંગલ વગેરે ક્ષેત્રના કારણે કે રોગાદિભાવના કારણે સુપાત્રને કોઈ વાર અશુદ્ધ દાન આપવાનો પ્રસંગ આવે તો એવા દાનથી કર્મનિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવાં કોઈ કારણો વિના, અશુદ્ધ દાન અપાય, તો નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. (૩) કુપાત્રને શુદ્ધ દાન (૪) કુપાત્રને અશુદ્ધ દાન :
કુપાત્ર એટલે કે અસંયતને ગુરુ માની શુદ્ધ કે અશુદ્ધ દાન આપવામાં આવે તો અસાધુમાં સાધુપણાની બુદ્ધિના કારણે કર્મબંધ થાય છે. એકાંતે પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માના વચનની ઘોર અવજ્ઞા થાય છે. અસંયતને દાન આપવાનો નિષેધ નથી. અસંયતને ગુરુ માનીને ભક્તિપૂર્વક દાન આપવાનો નિષેધ છે. કારણ કે આવા દાનથી અસંયતના સ્વરૂપ દોષનું પોષણ થાય છે. આનું ફળ અનિષ્ટ પ્રાપ્ત થાય છે. આવા દાનનો અર્થ ઉપમાથી સમજીએ તો ચંદનના કાષ્ઠને બાળીને કોલસા બનાવવાનો કષ્ટમય વ્યાપાર કર્યો કહેવાય. સુપાત્રદાનનું મહત્વ જેને ખ્યાલમાં છે, તે કુપાત્રને સુપાત્ર માનીને દાન આપવાનો વિચાર ન જ કરે – એ સમજી શકાય છે.
સુપાત્રદાનની સર્વોપરિતા :
દાખલા તરીકે સુપાત્રદાનના સાત ક્ષેત્રો પૈકી છઠ્ઠા-સાતમા ક્ષેત્રના એક હજાર શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરો, તેની સામે એક પૂજ્ય સાધુ-સાધ્વીની ભક્તિ કરો, તેનું ફળ અનેકગણું છે. એક હજાર પૂજ્ય સાધુ-સાધ્વીની ભક્તિ કરતાં ‘જિનાગમ’ (ધર્મના પુસ્તકો લખવા, લખાવવા કે વહેંચવા)ની પ્રવૃત્તિનું ફળ વધુ છે. જિનાગમના ફળ કરતાં અનેકગણું ફળ ‘જિનમૂર્તિ ભરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં છે. જિનમૂર્તિની પ્રતિષ્ઠાના ફળ કરતાં અનેકાનેક ગણું ફળ ‘જિનાલય’ના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપવામાં છે, તેવા સ્પષ્ટ અને સચોટ નિર્દેશેં શાસ્ત્રમાં છે. આમ, સાતે ક્ષેત્રોમાં સર્વોપરિ અને સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર ‘જિનાલય' છે.
જ્ઞાનીની દૃષ્ટિએ આરંભ-સમારંભનાં જેટલાં કારણો છે, તેને પાપનાં સાધન કહે છે. ભલે આખું જગત ના માને, પણ જ્ઞાનીઓએ પરિગ્રહને પાપનું સાધન કહ્યું છે. આપણામાં જો આવડત હોય, સદ્ગુદ્ધિ હોય, સુપાત્રદાનની વિધિ અને ફળની સમજ હોય અને વિવેક હોય, તો ધનના પરિગ્રહરૂપી પાપના સાધનને ધર્મનું સાધન આપણે બનાવી શકીએ છીએ. ધન માટે ધર્મનું શ્રેષ્ઠ સાધન જિનાલયનિર્માણ કાર્યમાં અપાતું સુપાત્રદાન જ ગણવામાં આવે છે.
ઓછામાં ઓછું એક જિનાલય સ્વદ્રવ્યથી બંધાવવાનું શ્રાવકનું કર્તવ્ય છે. સ્વતંત્ર જિનાલય શ્રુતસરિતા
દાનધર્મ
Jain Education International 2010_03
www.jainelibrary.org
૧૪૧
For Private & Personal Use Only