________________
સાથે આપણે પ્રેમ કરીએ, તો સંસાર વર્ધક બને. વીતરાગી સાથે કરેલો પ્રેમ સંસારનાશક જ બને. આનો અર્થ એટલો જ કે જે આપવું છે તે સ્વયં પહેલાં પામવું પડે છે. શ્રેષ્ઠતાના ધોરણે દાનના ત્રણ પ્રકાર : (૧) જ્ઞાનદાન : (૧) તીર્થકર, ગણધર અને જ્ઞાની સાધુ મહાત્માનું ઉપદેશ દ્વારા જ્ઞાનદાન હોય છે. અમેરિકા
જેવા ક્ષેત્રની અપેક્ષાએ ભારતથી પધારતા કે સ્થાનિક સ્વાધ્યાયકર્તાઓ સ્વલ્પ
ક્ષયોપશમાનુસાર જ્ઞાનનું જે આદાન-પ્રદાન કરે તે. (૨) ભવોભવનાં મૃત્યુ-સંતાપ-દુઃખો જેનાથી ટળે તે જ્ઞાનદાન છે. (ર) અભયદાન : (૧) અભય એટલે પ્રાણની નિર્ભયતા લેવાની છે. જીવમાત્રને પોતાના પ્રાણ સૌથી વહાલા હોય
છે. જે વ્યક્તિ દ્વારા પોતાના પ્રાણના સંરક્ષણની ખાતરી મળે, તેનું નામ અભયદાન. છકાયના સંરક્ષણને સ્પર્શતું આ દાન સાધુપણામાં જ શક્ય છે. શ્રાવકને માટે કંદમૂળ
ત્યાગ, ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ વગેરેમાં અપેક્ષાએ ગણી શકાય. (૨) આ ભવનાં મૃત્યુ-સંતાપ-દુઃખો જેનાથી ટળે તે. (૩) ધોંપગ્રાહી દાન : જેનું સાધન ધન છે . પાત્રભેદના આધારે બે પ્રકાર : (૧) સુપાત્રદાન :
(૧) સાત પ્રકારે –
- જિનાલય, જિનમૂર્તિ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. (૨) આ સાત ક્ષેત્રોમાં દાન આપવાથી પોતાને ભવભ્રમણથી પાર પામવાની ઇચ્છા છે,
તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન ઘણા કર્મોનો ક્ષય
કરવા સમર્થ બને છે. કારણ કે આ નિમિત્તો સ્વયં પવિત્ર છે. (૩) આ દાનથી પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા પરંપરાએ મોક્ષ સુધીના ફળની પ્રાપ્તિ થાય છે. (૨) અનુકંપાદાન : (૧) દુઃખી જનોને આર્થિક કે કોઈ વસ્તુ-પદાર્થની સહાય કરવા વડે દુઃખનો ઉદ્ધાર
કરવાની ઇચ્છા તે. (૨) અલ્પ જીવોને અસુખ થાય એવા પુરુષાર્થથી દુઃખીના દુઃખને દૂર કરવાની ઇચ્છા તે.
(૩) આ દાનથી સ્વર્ગલોકના દેવતાઈ અને મૃત્યુલોકના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. અનુકંપાદાનના અનેક પ્રકારો છે. આર્યદેશનું અનુકંપાદાન, અનાર્યદેશનું અનુકંપાદાન, ધર્માત્માનું અનુકંપાદાન, અધર્મીનું અનુકંપાદાન, જૈનધર્મનું અનુકંપાદાન, ઇતર ધર્મનું અનુકંપાદાન, જિનાજ્ઞાપૂર્વકનું અનુકંપાદાન, જિનાજ્ઞાશૂન્ય અનુકંપાદાન વગેરે. દીનદુઃખીઓની અનુકંપાના પાંચ કાર્યો નિસ્વાર્થ દયાબુદ્ધિથી કરવાં જોઈએ.
(૧) અન્નદાન (ર) વસ્ત્રદાન (૩) ઔષધદાન (૪) આશ્રયદાન (૫) આજીવિકાદાન. શ્રુતસરિતા ૧૩૯
દાનધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org