________________
પ્રબંધ-૧ર
અત્યંતર તપ યાત્રા (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને સર્વોચ્ચ શિખરે કાઉસગ્ગ),
| મંગલાચરણ મહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ.સા. વિરચિત ‘જ્ઞાનસાર’ :
तदेहि तपः कुर्यात्, दुर्व्यानं यत्र नो भवेत् ।
येन योगात् हीयन्ते, क्षीयन्तेने द्रियानी च ॥ દુર્થાન ધ્યાન થાય નહિ, મન, વચન, કાયાના યોગની હાનિ થાય નહિ, તેમ જ ઇન્દ્રિયની હાનિ થાય નહિ, તેવો તપ કરવો જોઈએ.
यददूरं यद दुराध्य, यच्चदू रे व्यवस्थितम् ।
तत्सव तपसा साध्यं, तपो हरति दुष्कृतम् ॥ જે વસ્તુ ઘણી દૂર છે, જેની પ્રાપ્તિ પણ બહુ મુશ્કેલીએ પ્રાપ્ત થાય છે, એવી દૂરની વસ્તુઓ તપ વડે પ્રાપ્ત થાય છે.
दिनदिने अभ्यसतं, दानं अध्यायनं तप
तेनेय अभ्यास योगेन, तदे या अभ्यसते पुनः ।।। દાન, અધ્યયન (જ્ઞાન) અને તપ એ ત્રણનો અભ્યાસ દરરોજ પાડવી. તે અભ્યાસ આવતા ભવમાં પ્રાપ્ત થાય છે. દાન – અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન, કીર્તિદાન. જ્ઞાન – શ્રુતજ્ઞાનનું ફળ અનુક્રમે વિરતિ, ચારિત્ર, મોક્ષ. તપ – કર્મને તપાવી, બાળીને ભસ્મીભૂત કરે-સંવર-નિર્જરાપ્રધાન. સંસાર વિષયક વિનશ્વર વસ્તુઓ
માટે તપ નિષેધ છે. શાશ્વત એવા મોક્ષ સુખ માટે (કર્મનાશ માટે) તપ અનુમોદનીય છે.
અણસણ (ઉપવાસાદિ)થી ઇન્દ્રિયો વશ નથી થતી, પણ ઉપયોગ હોય તો જ વશ થાય છે. જેમ લક્ષ્ય વિનાનું બાણ નકામું, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ નકામો. જે ઉપવાસ કે અન્ય તપ આત્માના અર્થે નથી, તે કોઈ પ્રકારે કલ્યાણકારી બનતું નથી.
પરભવે બાંધેલા પુણ્યકર્મના ઉદયે લક્ષ્મી પ્રાપ્ત થાય છે; આ ભવના આપણા પુરુષાર્થ કારણે નહીં, તે બરોબર સમજી રાખી મનમાં ધારી રાખવા જેવું છે. કર્મના ઉદયે જે કાંઈ લક્ષ્મી આપણને મળી છે, તે પછી વધુની ઇચ્છા રાખીએ તે પાપનો અનુબંધ કરાવે છે અને વધુ ને વધુ લક્ષ્મી મેળવવા ધમપછાડા જેટલા આપણે કરીએ, તેટલો મહાપાપનો અનુબંધ થાય છે. તપ એક જ પ્રકારે છે. વ્યવહારિક ધોરણે, છ બાહ્ય અને છ અત્યંતર પ્રકાર દર્શાવ્યા છે. તપના આ બાર પ્રકાર ઉત્પત્તિના ક્રમે છે; એટલે કે આપણે અણસણાદિ પ્રથમ પ્રકારથી બારમા પ્રકાર-કાઉસગ્ન-સુધી યાત્રા કરવાની
શ્રતસરિતા Jain Education International 2010_03
૧૨૭ For Private & Personal Use Only
અત્યંતર તપ યાત્રા
www.jainelibrary.org