________________
(૫) વ્યુત્સર્ગ - એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારો છોડી દેવા. (૬) તપ - બાહ્ય તપ કરવું તે. (૭) છેદ - દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની દીક્ષા ઘટાડવી. (૮) પરિહાર - દોષપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ કે આદિ પર્યત
કોઈ જાતનો સંસર્ગ રાખ્યા વિના દૂરથી પરિહરવી તે (હાલમાં આ
પ્રકાર/ભેદ વિચ્છેદ છે.) (૯) ઉપસ્થાપન - પાંચ મહાવ્રતોનો ભંગ થવાથી પુનઃ આરોપણ કરવું (હાલમાં આ
પ્રકાર/ભેદ વિચ્છેદ છે.) (ર) વિનય : શાસ્ત્રાનુસારી વિનય
विनीयतेऽनेनाष्ट प्रकारं कर्मेति इति विनय - જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય છે તે વિનય. પાંચ પ્રકાર : (૧) જ્ઞાન વિનય – જ્ઞાન મેળવવું, અભ્યાસ ચાલુ રાખવો, તેને ભૂલવું નહીં. (૨) દર્શન વિનય – તત્ત્વની યથાર્થ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ના થવું
અને તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિઃશંકપણે કેળવવું. (૩) ચારિત્ર વિનય – સામાયિક આદિ પૂર્વોક્ત કોઈ પણ ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું. (૪) તપ વિનય – શ્રી ગુરુ ભગવંત પાસે પચ્ચકખાણ લેવું, તપના બારે પ્રકારોમાં પ્રવેશવું
અને તપનું શાસ્ત્રોકત ફળ પામવું. (૫) ઉપચાર વિનય – કોઈ પણ સદ્ગણની બાબતમાં પોતાનાથી શ્રેષ્ઠ હોય તેની સામે જવું,
તે આવે ત્યારે ઊભા થવું, આસન આપવું, વંદન કરવા વગેરે. વિનયનું ફળ અનુક્રમે ગુરુ-શુક્રૂષા, શ્રુતજ્ઞાન, વિરતિ, આશ્રવ-નિરોધ (સંવર), તપોબળ, નિર્જરા, ક્રિયા-નિવૃત્તિ, યોગનિરોધ (અયોગીપણું), ભવપરંપરાનો ક્ષય અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એ રીતે સર્વ કલ્યાણોનું ભાજન (સાધન) વિનય” છે. બાર પ્રકાર પૈકી આ પ્રકાર “આઠમો” છે. (૩) વૈયાવચ્ચ : (સંસ્કૃત : વૈયાવૃચ)
ગુરુ ભગવંતોની વિશેષ પ્રકારે સેવા-શુશ્રુષા કરનાર તે – ઉત્તરાધ્યયન સૂત્ર : પ્રશ્ન : વૈયાવચ્ચથી જીવને શું મળે છે ? શ્રી મહાવીર સ્વામીનો પ્રત્યુત્તર : વૈયાવચ્ચથી જીવ તીર્થકર ગોત્ર મેળવે છે. વૈયાવૃત્ય એ સેવારૂપ હોવાથી સેવાયોગ્ય હોય એવા દસ પ્રકારના સેવ્ય-સેવાયોગ્ય પાત્રને લીધે તેના પણ દસ પ્રકાર પાડવામાં આવ્યા છે : (૧) આચાર્ય - મુખ્યપણે જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવાનું હોય તે.
(૨) ઉપાધ્યાય - મુખ્યપણે જેનું કાર્ય શ્રુતાભ્યાસ કરાવવાનું હોય તે. અત્યંતર તપ યાત્રા
૧૩)
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org