________________
તપ-પદનો સમાવેશ : નવપદ-પંચાચાર-વીસ સ્થાનક નિષેધ અર્થ : તપાવવું, દમન, કાબૂ, આહારાદિ ગ્રહણ ના કરવા તે. વિધેય અર્થ : મુક્તિનો તલસાટ - અપવર્ગની આરાધના (‘પ' વર્ગ - પ ફ બ ભ મ
પતન ફિકર બાધા ભય મરણ પતન, ફિકર, બાધા, ભય અને મરણ જ્યાં નથી, તેવા એક માત્ર સ્થાન
સિદ્ધશિલાની આરાધના. તપનું ફળ : (૧) વાસનાઓ ક્ષીણ થાય - ઇચ્છાનિરોધ, કષાયનિરોધ.
(૨) આધ્યાત્મિક બળ કેળવાય.
(૩) મન-શરીર અને ઇન્દ્રિયો તાપણીમાં તપે. અપેક્ષાએ પર્યાદિને આશ્રયી (પર્યુષણ વગેરે) કરવામાં આવતા નિમિત્ત ધર્મ રૂપી તપની સરખામણીએ તપના બાર પ્રકારો પૈકી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ તથા અન્ય પ્રકારો નિત્ય ધર્મ તરીકે આચરવામાં સંવર અને નિર્જરા વધુ પ્રમાણમાં થાય છે.
આપણા જીવનને સંપૂર્ણતઃ લોકોત્તર બનાવવું દુષ્કર છે. માટે, લૌકિક જીવનમાં લોકોત્તર ભેળવી દેવાની કળા આપણે સૌએ શીખી લેવા જેવી છે. દા.ત., લૌકિક ક્રિયા
લોકોત્તર ક્રિયાના લક્ષ્યરૂપ નિયમો (૧) ભોજન
અભક્ષ્ય ત્યાગ, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, તિથિએ
વનસ્પતિ ત્યાગ, મદ્યપાન આદિ. (૨) ધન-પ્રાપ્તિ
જિનાલય-જિનમૂર્તિ-જિનાગમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા-આ
સાત ક્ષેત્રોમાં દાન પ્રવૃત્તિ. (૩) પાંચ ઇન્દ્રિયોનો ભોગવટો દરેક ઇન્દ્રિયના ભોગવટાનું માપ નક્કી કરવું. (૪) લગ્ન
પર્વતિથિઓ તથા માસિક તિથિઓના દિવસે બ્રહ્મચર્ય-પાલન. (૫) નિદ્રા
સૂતાં પહેલાં નવકાર, સાત લાખ, ૧૮ પાપસ્થાનક, તીર્થકર ભગવંતો, સાધુ ભગવંતો, આદર્શભૂત, શ્રાવક-શ્રાવિકાઓનું ગુણ
સ્મરણ. ઉપસંહાર :
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધનાની અનુક્રમે ભક્તિ-અહિંસા-સંયમ અને તારૂપી ધર્મપુત્ર જન્મે છે, કે જેનું અનંતર ફળ અનુક્રમે ભાવ, દાન, શીલ અને તપમાં પામી શકાય છે. અનુષ્ઠાન ધર્મ સર્વયોગની સાધનામાં દીવાદાંડી સ્વરૂપ છે. અહિંસા આત્મા છે, સંયમ શ્વાસ છે અને તપ શરીર છે. તપ બહાર દેખાય છે, અહિંસા અંતરના પરિણામવાળી છે અને સંયમ અનુમાન દ્વારા પામી શકાય છે. ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, સૂવામાં, ખાવામાં, બોલવામાં બધે આપણે જયણાપૂર્વક વર્તવાનું છે. અનુષ્ઠાન ધર્મ ૧૨૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org