________________
ભવે ભવે ભગવાનના ચરણોની સેવાની માગણી તો સમ્યગ્દર્શન તે તે ભવોમાં પ્રાપ્ત થાય તો જ સફળ બને. શ્રી જય વિયરાય સૂત્રમાં માગણી – “ભવે ભવે તુમ્હ ચલણાણું.” પ્રાપ્તિનો ક્રમ :
અનાદિકાલીન એવું આ જગત અનંતકાલીન પણ છે. અનાદિ અને અનંત એવા આ જગતમાં “જીવ’ અને “જડ” એ બે પ્રકારના મુખ્ય પદાથો છે. અનાદિ કાળથી જીવ જે કર્મસંતાનથી (જડથી) વેષ્ટિત છે. તે કર્મો આઠ પ્રકારના છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય – આ આઠ પ્રકારના કર્મ ઉપાર્જનના છ નિમિત્તો છે: મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. દરેક દરેક પ્રકારના કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટપણે ભિન્ન ભિન્ન હોય છે :
ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય – ૩૦ કોટાકોટિ સાગરોપમ
મોહનીય – ૭0 કોટાકોટિ સાગરોપમ નામ-ગોત્ર – ૨૦ કોટાકોટિ સાગરોપમ
આયુષ્ય – ૩૩ સાગરોપમાં જે જીવો દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવોના આયુષ્ય કર્મ સિવાયના બાકીના સાતે ય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી થઈ જાય છે. આ અવસરે, જીવ ગ્રંથિદેશ પામે છે. ગ્રંથિદેશને નહીં પામેલો શ્રી નવકાર મહામત્રને પણ પામી શકે નહીં. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રુત અને દ્રવ્યચારિત્રને પણ પામી શકે છે, અને વધુમાં વધુ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે.
ભાગ્યશાળીતાને પામેલા આત્માઓ, જો ધારે તો, પુરુષાર્થને ફોરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણોને પ્રગટાવવાને સમર્થ બની શકે એવો આ અવસર છે. ગ્રંથિદેશે આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો બને છે, ત્યારે તે જીવ ગ્રંથિને ભેદનારો બને છે. ગાઢ જેવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ એ જ કર્મગ્રંથિ છે. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગ્દર્શન પમાય છે. જે જીવ અપૂર્વકરણને પામે છે, તે જીવ નિયમા સમ્યગ્દર્શનને પામે છે. સમ્યગ્દર્શન બે પ્રકારે થાય છે ? (૧) સ્વભાવથી : કોઈ પણ બાહ્ય નિમિત્ત વિના, પૂર્ગગત સંસ્કારોની જાગૃતિ અથવા આત્માની
તથા ભવિતવ્યતાના કારણે જે શ્રદ્ધા પ્રગટે છે. (૨) અધિગમથી : અન્યના ઉપદેશથી, યોગાવંચક આદિથી, જિનપ્રતિમા-દર્શન, પૂજય, જિન શાસ્ત્રોનું
શ્રવણ, તીર્થકર કે ગુરુનું દર્શન આદિ નિમિત્તોથી ઉત્પન્ન થતું તત્ત્વ શ્રદ્ધાન. અધિગમના સાત પ્રકાર : (૧) અધિગમ (૨) આગમ (૩) અભિગમ (૪) શ્રવણ (૫) નિમિત્ત (૬) શિક્ષા (૭) ઉપદેશ.
સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૧૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org