________________
(૬) મોક્ષનો ઉપાય છે : મોક્ષ છે તો તેને પ્રાપ્ત કરવાનાં સાધનો છે સાધક, સાધ્ય અને સાધનનો
અધ્યાત્મ સંબંધ છે. સાધના વડે સ્વરૂપ સિધ્ધિ થાય છે. સાધક પ્રાપ્તની પ્રાપ્તિ ઉદ્યમી સાધ્યઃ સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય સાધનઃ આત્માનો શુધ્ધ ઉપયોગ ત્રણેની એકતાએ સ્વરૂપની પ્રાપ્તિ છે. કર્મના નાશ માટે સમ્યગ્દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર સાધનો છે. આ ત્રણેય સાધનો મળીને મોક્ષ મનાય છે. ત્રણેનો અવિનાભાવી સંબંધ છે. એકપણ ઓછું સાધન મોક્ષ અપાવી
શકતું નથી. સમ્યગ્દર્શનનો સૂર્યોદય :
જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તકાળને પામેલા છે, અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે, તે જ જીવો ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા પણ ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી અધિક બાકી હોય ત્યાં સુધી તો તે જીવો સમ્યગ્દર્શન ગુણ પામી શકતા નથી.
પરમ ઉપકારી સહસ્ત્રાવધાની આચાર્યદેવશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે “શ્રી જયાનંદ કેવળી ચરિત્ર'માં ફરમાવ્યું છે કે શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે, તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ જીવો શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. શ્રી સિદ્ધિપદની સામગ્રી છે : મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતજ્ઞાન અને શ્રદ્ધા (ઉત્તરોત્તર સુદુષ્ઠાતા છે). આમ, શ્રદ્ધા ગુણ વડે, મિથ્યાત્વની મંદતાના યોગે, મોક્ષના અભિલાષવાળા જીવો ત્રણ બાબતો માને છે, સ્વીકારે છે. (૧) સુદેવ અઢારે દોષોથી રહિત અને અનંત ગુણોના સ્વામી શ્રી અરિહન્ત પરમાત્મા તથા શ્રી
સિદ્ધિપદને પામેલા પરમાત્માઓ. (૨) સુગુરૂ - જિનાજ્ઞાનુસાર નિગ્રંથતા અને રત્નત્રયીના સ્વામી. (૩) સુધર્મ - ભગવાનશ્રી જિનેશ્વર દેવોએ ફરમાવેલી મોક્ષમાર્ગ, એ જ એક સાચો માર્ગ છે, સાચો
ઉપાય છે, સાચો ધર્મ છે. ઉપરોક્ત સિવાયના સઘળા દેવોને કુદેવો, સઘળા ગુરુઓને કુગુરુ અને સઘળા ધર્મોને કુધર્મો માનીને ત્યાગ કરે એવી અનુપમ દશા (મનોદશા) જ્યારે આત્મામાં પ્રગટે ત્યારે જ દર્શનમોહનીયાદિનો ક્ષયોપશમ થયો ગણાય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજી ફરમાવે છે કે જેને સમ્યગ્દર્શન ગુણનો આસ્વાદ આવે છે, તેને દુન્યવી સુખ-સંપત્તિની ઈચ્છા નાશ પામી જાય છે, અને એક માત્ર મુક્તિમાર્ગની આરાધનાની જ ઇચ્છા એના હૈયામાં સામ્રાજય ભોગવે છે. એની બધી ઇચ્છાઓ મોક્ષની અનુકૂળતાઓ પૂરતી જ હોય છે. એ એકાંતમાં બેઠો હોય ત્યારે પણ મનમાં એવી ભાવના રમે છે :
___जिनधर्म विनिर्मुक्तो, माऽभूवं चक्रवर्त्यपि ।। અર્થ : મને મળેલો આ ધર્મ ચાલ્યો જાય અને ચક્રવર્તીપણું પણ મળતું હોય તો પણ મારે એ નથી
જોઈતું ! શ્રુતસરિતા
૧૧૧ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org