________________
સ્થિર કેમ થતું નથી ? વર્ષોથી પ્રવચનો/સ્વાધ્યાયો સાંભળવા છતાં ઉપદેશબોધ હજી કેમ પરિણમ્યો નથી ? આરાધકભાવ કેમ નિરંતર ટકતો નથી ? કર્મના તોફાનામાં આકુળતા હજી કેમ આવે છે ? હજુ કર્મબંધનના માર્ગે કેમ દોડી જવાય છે ? હજી આત્માનો અનુભવ કેમ થતો નથી ? આવી આવી આંતર વેદના અને વ્યથા આપણને બહિરાત્મામાંથી અંતરાત્મા તરફ લઈ જાય છે.
આંતરભાવોથી અળગો બનેલો અને બાહ્ય ભાવોમાં ભાન ભૂલેલો આત્મા બહિરાત્માના પ્રભાવ તળે સમય પસાર કરે છે. પણ જ્યારે આત્માની આંખ ઊઘડે છે, આત્મા પોતાનું પડખું બદલે છે, બહાર કરતાં અંદરની અસ્મિતા અને ઓજસ્વિતા તેને આકર્ષવા લાગે છે, ત્યારે તે અંતરાત્મા તરીકે ઓળખાય છે. તે વેળાએ તેને વિચાર આવે છે, કે કર્મ નાટકમાં પાત્ર બનીને દરેક ભવમાં આ ભજવવાનું ક્યારે બંધ થશે
આવો અંતરાત્મા મોક્ષના મૂળભૂત પોતાના સ્વરૂપને પામવા માટે જ્યારે મહાન સાધના આદરે છે, ત્યારે તે મહાત્મા કહેવાય છે. એ મહાત્મા સાધનાની ચરમ સીમાએ પહોંચી સિદ્ધિ મેળવી જયારે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે.
આપણે માનવજન્મને માનવજીવમાં રૂપાંતરિત કરવા માટે બહિરાત્મામાંથી ૫રમાત્મા સુધીની અવસ્થાઓની આ આશ્ચર્યકારી યાત્રા કરવી આવશ્યક છે, ઉપયોગી છે, સાર્થક છે. આ ચારે અવસ્થાનું વર્ગીકરણ :
૧. મિથ્યાત્વની અવસ્થા તે બહિરાત્મદશા ૩. સાધુપણાની અવસ્થા તે મહાત્મદશા
૨. સમ્યક્ત્વની અવસ્થા તે અંતરાત્મદશા ૪. સિદ્ધપણાની અવસ્થા તે પરમાત્મદશા
બહિરાત્મદશા અનાદિ કાળથી ચાલતી દશા છે, ત્યાર પછી અંતરાત્મદશા તેના કરતાં ઓછો કાળ ચાલતી દશા છે. મહાત્મદશા એના કરતાં પણ ઓછો સમય ચાલતી અવસ્થા છે, અને અનંતાનંત કાળ સુધી ટકી રહે તેવી પરમાત્મદશા છે.
વર્તમાનકાળની મોટી ખામી એ છે કે આજે આત્મવાદ ભુલાયો છે અને ભૌતિકવાદ વકર્યો છે; આસ્તિકવાદ ભૂલાયો છે અને નાસ્તિકવાદ વધ્યો છે; જીવત્વનું ગૌરવ વિસરાયું છે અને જડની બોલબાલા વધી છે. હકીકતમાં, આત્માને યાદ કરે તે આસ્તિક અને યાદ ના કરે તે નાસ્તિક. આત્માની ઓળખાણ એ જિનશાસનનું પ્રવેશદ્વાર છે.
બહિરાત્મા/અતંરાત્મા : (બહિરાત્માના પ્રતિપક્ષે અંતરાત્મા સમજવો)
વ્યાખ્યા : બાહ્યભાવોમાં અર્થાત્ પૌદ્ગલિક પદાર્થોમાં આસકત બનેલો અને આત્મતત્ત્વને વિસરી ગયેલો આત્મા એ બહિરાત્મા છે.
આત્માની બહિરાત્મદશા સૂચવનારાં ચાર લક્ષણો :
विषय कषायावेशः, तत्वाश्रद्धा गुणेषु च द्वेषः । आत्माज्ञानं च यदा, वाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥
(૧) વિષય-કષાયનો આવેશ (૨) તત્વની અશ્રદ્ધા (૩) ગુણોમાં દ્વેષ (૪) આત્માનું અજ્ઞાન. બાહ્યાત્મા આ રીતે જણાય છે.
વિષય-કષાયનો આવેશ :
શાસ્ત્રકારોએ વિષયોને વિષની ઉપમા આપી છે. પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયો ખતરનાક છે, આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
૯૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
For Private & Personal Use Only