________________
મહાત્મા
પરમાત્મા
પૂ. શ્રી રામચન્દ્રસૂરિજીએ દેખાડેલી મૂલ્યવંતી ત્રિપદી :
સંસાર છોડવા જેવો; સંયમ લેવા જેવો; મોક્ષ મેળવવા જેવો. પરમાત્મા :
આત્માની મૂળભૂત અવસ્થા - સ્વરૂપરૂપ અવસ્થા - શુદ્ધાતિશુદ્ધ અવસ્થા તે પરમાત્મ દશા. જે આત્મા મહાત્મા બન્યો, તેને વિષયો અને કષાયો “છેછતાં ‘નથી' જેવા થઈ ગયા હોય છે. જે હેય (છોડવા જેવું) લાગ્યું તે છોડી બેઠા; અને જે ઉપાદેય (મેળવવા જેવું) લાગ્યું તે સ્વીકારી બેઠા. મોક્ષની ઇચ્છામાં ય એવી તાકાત છે કે એ ક્રમે ક્રમે આત્માને ઇચ્છારહિત બનાવી દે. મોક્ષ એટલે આત્માનું સ્વાધીન જીવન અને સંસાર એટલે કર્મની ગુલામીભર્યું જીવન. જે વાતનો સીધો સંબંધ કે અવસરે પરંપરાએ સંબંધ મોક્ષ સાથે ન થતો હોય તેને ધર્મનો ઉપદેશ કહેવાય જ નહીં. આત્માને પરમ કક્ષાએ પહોંચાડવો તેનું જ નામ “પરમાત્મા છે. જ્ઞાન, દર્શન-ચારિત્ર એ આત્માના ભાવપ્રાણ છે. આ ત્રણેનો અભેદ થતાં આત્મામાંથી કર્મ ખરી પડે છે અને આપણો જ આત્મા પૂર્ણાનંદને પામે છે. ચાર અવસ્થાનું અલગ અલગ દ્રષ્ટિએ વિશ્લેષણ : | | બહિરાત્મા
અંતરાત્મા ૧| મિથ્યાત્વની અવસ્થા | સમ્યકત્વની અવસ્થા | સાધુપણાની અવસ્થા સિદ્ધ અવસ્થા ૨. વિકૃતિમય જીવન વિરતિમય જીવન વિરક્તિમય જીવન | વિમુક્તિમય જીવન | ૩. પ્રવૃત્તિ મોહાધીને | પ્રવૃત્તિ મોહાધીન | પ્રવૃત્તિ ધર્માધીન | પ્રવૃત્તિ નથી વૃત્તિ મોહાધીન | વૃત્તિ ધર્માધીન વૃત્તિ ધર્માધીન
વૃત્તિ નથી ૪. સંસારના રસિક જીવો | સંસારના વિરાગી જીવોસંસારના ત્યાગી જીવો સંસારમુક્ત જીવો પ. સંસારમાં ભટકનારો | સાધનાની સન્મુખ | સાધના સાધનારા સાધનાની સિદ્ધિ પામેલા | દ.| સંસારના રસિયા જીવો સંયમના રસિયા જીવો | મોક્ષના રસિયા જીવો | મોક્ષમાં વસિયા જીવો . ૭. તન-મનમાં અવિવેક | તનમાં અવિવેક તન-મનમાં વિવેક તન-મનથી મુક્ત
મનમાં વિવેક ઉપસંહાર :
અત્યારે હાલના તબક્કે દીક્ષા ના લેવાય, પણ જીવનને અંતર્મુખી બનાવી શકાય છે. ઇચ્છારહિત બનવાનો પ્રયત્ન કરવો. નિવારી શકાય તેવા પાપથી દૂર થવું. અનિવાર્યપણે કરવા પડતાં પાપનાં કાર્યોમાં આનંદ અનુભવવો નહીં. વ્યવહારિક ધોરણે, એકાંત, મૌન, ધ્યાન, સ્થિરાસન, તત્ત્વવિચારણા, સ્વાધ્યાય આદિમાં દરરોજ થોડો સમય જોડાવું. સ્વભાવની રુચિ, સ્વભાવનો ઉપયોગ, સ્વભાવની રમણતા અને સ્વનો અનુભવ કરી લેવા માટે આપણને આ ભવ જૈનકુળમાં પ્રાપ્ત થયો છે.
તરણતારણહાર શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ મારાથી લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ચારે ય અવસ્થાઓને નજર સમક્ષ રાખી, બહિરાત્મા મટી, અનુક્રમે અંતરાત્મા-મહાત્મા અને પરમાત્મપદના સૌ ભાગ્યને આપણે સૌ શીધ્ર પ્રાપ્ત કરનારા બનીએ એ મંગલ કામના. શ્રુતસરિતા
૯૫ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org