________________
અંતરયાત્રા માટેનું નિરીક્ષણ આત્મનિરીક્ષણના દર્પણ દ્વારા તારી જાતને સતત ઢંઢોળજે કે – ૧. હું કોણ છું? ૨. ક્યાંથી આવ્યો છું? ૩. મારું સાચું સ્વરૂપ શું છે ? ૪. અહીં શું કરવા આવ્યો છું ? પ. શું કરું છું?
મારું કર્તવ્ય શું? ૭. જે કાર્ય કરવા આવ્યો તેમાં ક્યાં સુધી પહોંચ્યો ? ૮. શક્તિ હોવા છતાં શું કર્તવ્ય નથી કરતો ? ૯. શા માટે નથી કરતો ? ૧૦. શું કરવા જભ્યો છું ? ૧૧. શા કારણે જન્મ-મરણ કરું છું? ૧૨. મારો આખો દહાડો શામાં ગયો ? ૧૩. મેં આજે આત્માનું શું હિત કર્યું? કયા ગુણો મેળવ્યા? ૧૪. આત્માને નુકસાન થાય એવું મેં ચોવીસ કલાકમાં શું કર્યું? શા માટે ? કયા ગુણો
મેળવ્યા ? ૧૫. શું શું બોલ્યો? ૧૬. શું શું જોયું? ૧૭. શું શું વિચાર્યું? ૧૮. એ ન કર્યું હોત તો શું ન ચાલત? ૧૯. વધુ વખત શામાં ગાળ્યો? ૨૦. આખું જીવન શામાં ગાળ્યું ? ૨૧. માનવભવ શેમાં પસાર થાય છે ? ૨૨. માનવભવ અને પુણ્યવૈભવને લૂંટનારા સાધનો કેમ ભેગા કરું છું? ૨૩. શું કરવાથી આ મોંઘેરો માનવદેહ સફળ થાય ? ૨૪. શું કરવાથી આ દુર્લભ જન્મ લેખે લાગે? જીવન પૂર્ણતયા સફળ કેમ થાય? ૨૫. જીવન કઈ રીતે જીવું? ૨૬. આ ભવમાં આત્માની ઓળખાણ નહિ કરું, તે માટે પુરુષાર્થ નહિ કરું તો મારી શી હાલત
થશે ? ૨૭. સમગ્ર દિવસમાં હું જે કરું છું તેનું પરિણામ મુક્તિ છે કે બંધન? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org