________________
આત્માને ગબડાવનાર છે, ભવભ્રમણ વધારનારા છે, દુર્ગતિના કારણ છે. રાજસ-તામસ અને સાત્ત્વિકઆ ત્રણ પ્રકૃતિઓ ગણાય છે. તેમાં, વિષયોનું ખેંચાણ એ રાજસવૃત્તિ, કષાયોની પરવશતા એ તામસવૃત્તિ છે અને બન્નેમાં સંતુલન એ સાત્ત્વિક વૃત્તિ છે. ધર્મ સાત્ત્વિક વૃત્તિથી જ સંભવી શકે છે. આ આવેશ મોહના લીધે જ આવે છે. આ ચારે અવસ્થાઓ મોહની સાથેના આત્માના સંબંધ ઉપરથી નક્કી થાય છે.
બહિરાત્મા આત્મા ઉપર મોહનું એક્ચક્રી આધિપત્ય.
અંતરાત્મા
આત્મા મોહને મહાત કરતો આગળ ધપે.
મહાત્મા
પરમાત્મા
વૈરાગ્ય એ તો આત્માની લાયકાતનું સૌથી પહેલું લક્ષણ છે. તનથી સંસારમાં પણ મનથી મોક્ષમાં તે અંતરાત્મા. બહિરાત્માને સંસારમાં કદાચ સુખ મળી જાય તો ય દુ:ખી ને દુ:ખી, જ્યારે અંતરાત્માઓને કર્મોદયે કદાચ દુ:ખ આવી પડે, તો ય સુખીને સુખી. ધ્યાન રાખવા જેવું છે કે દુઃખની વેદના કરતાં દુ:ખનો અણગમો આપણને વધારે દુઃખી કરે છે. બહિરાત્માઓ ધર્મ કરવા છતાં પણ ધર્મી નથી બની શકતા, જ્યારે અંતરાત્માઓ પાપ કરવા છતાં ય પાપી નથી બની જતા.
પૂ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજી ફરમાવતા કે ‘પાંચ ડાકણોથી સાવધ રહેજો અને ચાર ચંડાળોના પડછાયાથી દૂર રહેજો.’ પાંચ ઇન્દ્રિયોના વિષયો એ પાંચ ડાકણ અને ચાર કષાયો એ ચાર ચંડાળો છે. વિષયો-કષાયોથી વેગળા થઈ ધર્મ કરીએ તો જ અંતરાત્મા બની શકાય છે. આપણે ધર્મપ્રવૃત્તિ તો હોંશેહોંશે કરીએ છીએ, પણ ધર્મનો પ્રવેશ આપણી વૃત્તિમાં તો દેખાતો નથી. આપણી પ્રવૃત્તિ અને વૃત્તિ (વિચારો)ની મોહની સાથેનો સંબંધ દર્શાવતી ચતુર્થંગી :
બહિરાત્મા – પ્રવૃત્તિ મોહાધીન અને વૃત્તિ પણ મોહાધીન પ્રવૃત્તિ અલ્પાંશે મોહાધીન પણ વૃત્તિ ધર્માધીન મહાત્મા પ્રવૃત્તિ ધર્માધીન અને વૃત્તિ પણ ધર્માધીન
અંતરાત્મા
-
આત્મા મોહને સંપૂર્ણ મહાત કરવા મોરચો માંડે. આત્માને પ્રાપ્ત થતી મોહથી સંપૂર્ણ મુક્તિ.
-
પરમાત્મા પ્રવૃત્તિ નથી અને વૃત્તિ પણ નથી
આ માટે, આપણે પહેલાં નક્કી કરી લેવું જોઈએ કે આપણે બહિરાત્મા રહેવું નથી. જ્યાં સુધી કષાયો-વિષયોનો આવેશ છે, ત્યાં સુધી શાસનમાં પ્રવેશ મળશે નહીં. બહિરાત્મપણું છોડવું નથી અને અંતરાત્મપણું મેળવવું ય સહેલું નથી. અનાદિથી આત્મામાં જે સંસ્કારો ઘૂંટાયા છે, તેને ભૂંસવાના છે અને તેની સામે શુભ સંસ્કારો ઊભા કરવાના છે, દેઢ બનાવવાના છે.
આત્મગુણોને રોકનારા ચાર કષાયોના ચાર પ્રકાર છે.
અનંતાનુબંધી ક્યાય
સમ્યક્ત્વને રોકે છે.
પ્રત્યાખ્યાની ક્લાય
સર્વવિરતિને રોકે છે.
-
અપ્રત્યાખ્યાની કષાય દેશવિરતિને રોકે છે. સંજ્જવલન ક્યાય - વીતરાગદશાને રોકે છે.
ક્રોધ :
કોઈ પણ પદાર્થની અપેક્ષા એ ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ છે. ક્રોધની ઉત્પત્તિનું કારણ જડમૂળથી કાઢવું હોય તો અપેક્ષારહિત બનો. ક્ષણ વારના ક્રોધમાં ક્રોડ પૂર્વ વર્ષ સુધી પાળેલા સંયમના ફળનો નાશ કરે છે. સદ્ગુણોને ભસ્મસાત કરી આત્માને પરભવે દુર્ગતિમાં મોકલી આપવાની તાકાત
આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
www.jainelibrary.org
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૯૧
For Private & Personal Use Only