________________
ગોત્રકર્મ શ્રી જિનેશ્વરદેવને વંદનાદિ કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે.
અંતરાયકર્મ - શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિનો સદુપયોગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અંતરાય કર્મનો ક્ષય થાય છે.
-
શ્રી જિનપૂજનમાં થતા ઉપરોક્ત લાભોનું અહીં માત્ર સામાન્ય વર્ણન કર્યું છે. ભાવવૃદ્ધિથી લાભની વૃદ્ધિ સમજી લેવાની છે. કોઈ આત્મા દુષ્ટ અધ્યવસાયથી પણ શ્રી જિનેશ્વરની પૂજા કરે તો તેને લાભના બદલે હાનિ પણ થાય, એ વાત સમજી શકાય તેવી છે, પરંતુ દુષ્ટ અધ્યવસાયથી પૂજા કરનારા હોય છે, તેથી શુભ અધ્યવસાયથી પૂજા કરનારા કોઈ હોતા નથી એમ માની લેવાનું નથી, બલ્કે શ્રી જિનપૂજા કરનાર મોટે ભાગે શુભ અધ્યવસાયવાળા જ હોય છે અને જે કોઈ દુષ્ટ અધ્યવસાયવાળા હોય છે, તેને પણ નિરંતર શ્રી જિનપૂજા કરવાથી સુધરવાનો યોગ પ્રાપ્ત થાય છે.
ભાવશુદ્ધિપૂર્વક શ્રી જિનપૂજન થાય એ માટે જરૂરી જ્ઞાન તથા સમજ આપવા, શાસ્ત્રકારો તથા સદ્ગુરુઓ નિરંતર પ્રયાસ કરે છે. તેનો લાભ લઈ શ્રી જિનપૂજનમાં પ્રવૃત્ત થનાર આત્માને ઉપરોકત સર્વ પ્રકારના લાભો અવશ્ય પ્રાપ્ત થાય છે.
ભાગ્યશાળીઓ ! જિનપૂજા એટલે ?
૧. જિનપૂજા એટલે પૂજકમાંથી પૂજ્ય બનવાનો ઉપાય.
૨. જિનપૂજા એટલે ભગવાનની વીતરાગતાનું અનુમોદન.
૩. જિનપૂજા એટલે ભગવાનના અનંત ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવાનું સાધન.
૪. જિનપૂજા એટલે વિવિધ સત્કાર્યોની પ્રેરણા લેવાની પરખ.
૫. જિનપૂજા એટલે મારે પણ જિન થવું છે એવી પ્રેરણા લેવાની પરખ.
૬. જિનપૂજા એટલે શુદ્ધ આત્મસ્વરૂપનું ઉદ્ઘાટન કરવાની ચાવી.
૭. જિનપૂજા એટલે ધનનો સદુપયોગ કરવાનું પુણ્યક્ષેત્ર.
૮. જિનપૂજા એટલે સદ્ગતિની ચાવી.
૯. જિનપૂજા એટલે સુખ-સોભાગ્યની ચાવી.
૧૦. જિનપૂજા એટલે દુઃખ-દારિદ્રય-દુર્ભાગ્યરૂપી ઘડાનો ચૂરો કરનાર મુદ્ગર. ૧૧. જિનપૂજા એટલે દુર્ગતિના દ્વાર બંધ કરવાનું સ્પેશિયલ તાળું.
૧૨. જિનપૂજા એટલે શીલસુંદરીનો હસ્તમેળાપ કરવાની ખાસ ચાવી.
૧૩. જિનપૂજા એટલે શ્રાવકનું નિત્ય કર્તવ્ય. આવી અનંત ગુણવાળી જિનપૂજા આપણે કરીએ !!!
શ્રી જિનપૂજાથી થતા સાત ફાયદા
૧. તીર્થંકર દેવોની પૂજા સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓ માટે સ્ટીમર સમાન છે.
ર.
શિવનગરીનો માર્ગ બતાવે છે.
૩. ગમે તેવા દરિદ્રરૂપી પર્વતનો ચૂરો કરવા વજ્ર સમાન છે.
૪. દેવના અને મનુષ્યના વૈભવની પ્રાપ્તિ માટે કલ્પવૃક્ષ સમાન છે.
૫. દુઃખરૂપી અગ્નિને બુઝવવા પાણી સમાન છે.
૬.
સકલ સુખ, સુંદર રૂપ અને સૌભાગ્ય અર્પણ કરે છે.
૭. ત્રણ જગતનું સામ્રાજ્ય આપવામાં ઉદાર છે. માટે જ જિનેશ્વરદેવની પૂજા કદી ચૂકવી નહિ.
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
૬
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org