________________
બીજાનો ભય નથી. સમવસરણની ભૂમિ : વાયુકુમાર દેવતાઓ એક યોજન (૮ માઈલ) ક્ષેત્ર ભૂમિમાંથી કાંકરા વગેરે દૂર કરે છે. મેઘકુમાર દેવતાઓ તમામ રજને શાંત કરે એવી સુગંધી જળની વૃષ્ટિ કરે છે. તે ઉપર બીજા વ્યંતર દેવતાઓ સુવર્ણ રત્નોની શિલાઓથી ઘણી સુંદર રીતે ભૂમિનું તળ બાંધે છે. તેના ઉપર ઋતુની અધિષ્ઠાયક દેવીઓ જાનુ સુધી પંચવર્ણ પ્રફુલ્લિત પુષ્પોની વૃષ્ટિ કરે છે. સમવસરણના ગઢ :
વૈમાનિક દેવો પ્રથમગઢ માણિક્ય કાંગરાવાળો રત્નનો બનાવે છે. તેની ફરતો જ્યોતિષ્ક દેવો બીજો ગઢ રત્નના કાંગરાવાળો સુવર્ણનો બનાવે છે. તેની ફરતો ભુવનપતિ દેવો ત્રીજો ગઢ સોનાના કાંગરાવાળો રૂપાનો બનાવે છે. પ્રથમ અને બીજા ગઢમાં ૫,૦૦૦ હજાર પગથિયાં હોય છે. ત્રીજા ગઢમાં ૧૦,૦૦૦ હજાર પગથિયાં હોય છે. એમ કુલે ૨૦ હજાર પગથિયાં એક એક હાથ છેટે હોય છે. દરેક ગઢ વચ્ચેનું અંતર ૧,૩૦૦ ધનુષ્ય હોય છે. ૪ હાથનો એક ધનુષ્ય અને ૧,૦૦૦ ધનુષ્યનો એક માઈલ થાય છે. સમવસરણની જમીનથી ઊંચાઈ અઢી ગાઉ એટલે ૫ માઈલ હોય છે. ભગવાનના અતિશયોને લીધે અને ચડનારના ઉમંગથી ચડતાં ચડતાં કોઈ થાકતું નથી.
વ્યંતર દેવો સમવસરણના અધિકારી હોય છે. તેઓ દરેક ગઢમાં ચાર ચાર સુંદર દરવાજા રચે છે. તે દરેક દરવાજા ઉપર મરકત મણિમય પત્રોનાં તોરણો રચે છે. તોરણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણિબંધ કુંભ મૂકે છે. દરેક દ્વાર ઉપર સુવર્ણમય કમળોથી શોભતી સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચે છે. દ્વારે દ્વારે દેવતાઓ સુવર્ણની ધૂપઘટીઓ મૂકે છે. બીજા ગઢમાં ઈશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવા શ્વેત રંગનો ઓરડો રચે છે જેને ‘દેવચ્છેદ' કહે છે. આઠ પ્રાતિહાર્યો : વ્યંતર દેવો નીચે મુજબ આઠ પ્રાતિહાર્યો રચે છે. ૧. પ્રથમ ગઢમાં વચ્ચે ભગવાનની ઊંચાઈ કરતાં ૧૨ ગણુ ઊંચું તીર્થના પ્રતિકરૂપ ચૈત્યવૃક્ષ (ભગવાનને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષ). ૨. સુગંધી પુષ્પોની વૃષ્ટિ. ૩. દિવ્ય ધ્વનિ દ્વારા કર્ણપ્રિય સંગીતના મધુર સ્વરો. ૪. ગાયનું દૂધ અને કમલના તંતુઓથી પણ અતિ ઉજ્જવળ વાળવાળા રત્નજડિત દંડયુક્ત ચામરો લઈને બે દેવો ઊભા રહે છે. ૫. સ્ફટિક રત્ન સમાન નિર્મલ દેદિપ્યમાન, સિંહના સ્કંધના સંસ્થાનવાળા, અનેક રત્નોથી જડેલા, અંધકારના નાશક, પાદ પીઠિકાયુત સિંહાસન. ૬. શરદ ઋતુના જાજ્વલ્યમાન સૂર્યથી પણ અત્યધિક તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડલ ચારે દિશાઓમાં ભગવાનના મસ્તક પાછળ રચે છે. ૭. દુંદુભિ એટલે વાણીને પૂરક બનતા નગારાનો તાલબદ્ધ અવાજ રચે છે. ૮. લાંબી લાંબી મોતીઓની ઝાલરંવાળા એકના ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક ઉપર રચે છે. શ્રુતસરિતા
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org