________________
પાષાણ' શબ્દ બોલવાની સાથે તે શબ્દમાં રહેલ “કાઠિન્ય-કઠણપણાનો બોધ થાય છે અને તે કઠણપણું આપણા કર્મસમૂહમાં ભારે નાસભાગ કરાવવામાં કારણભૂત છે.
આરસની પ્રતિમાજીમાં શ્રી જિનેશ્વર પરમાત્માની મુખમુદ્રા સ્પષ્ટ અને સુરેખ હોવાથી હંમેશા મનમોહક, પ્રશાત અને ચિત્તાકર્ષક હોય છે. સંસારીનું મન અત્યંત ચંચળ હોઈ પાષાણના પ્રતિમાજી મનને સુસ્થિર અને સુલીન કરવામાં વધુ કારણભૂત બને છે.
જિનાલયમાં જાળવવાની દસ-ત્રિક પૈકીની અવસ્થા-ત્રિકમાં પ્રભુની ત્રણ પ્રકારની અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે. (૧) પિંડસ્થ : ત્રણભેદ :
(૧) જન્માવસ્થા - અભિષેક, અંગલૂછણાં વ. (૨) રાજ્યાવસ્થા - કેસર, ચંદન, ફૂલ, અલંકાર, આંગી વ.
(૩) શ્રમણાવસ્થા - કેશરહિત મસ્તક, પર્યકાસન, કાયોત્સર્ગ વ. (ર) પદસ્થ : કેવળજ્ઞાનની પ્રાપ્તિથી પ્રાંતે મોક્ષે ગયા ત્યાં સુધીની અવસ્થાનું ચિંતન. (૩) રૂપાતીત : રૂ૫ વગરની સિદ્ધપણાની અરૂપી અવસ્થા.
આ ત્રણે અવસ્થાઓનું ચિંતન દ્વારા આત્મસ્નેહ અંજાય છે, અને મનમાં મંગળની શુભ ભાવના છલકાય છે કે જે મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ કરવામાં સમર્થ સાધન બને છે. પ્રાતિહાર્ય આદિથી યુક્ત પરિકરવાળા પ્રતિમાજીમાં પિંડસ્થ અવસ્થાનું ચિંતન વધુ સુકર બને છે.
સર્વ અરિહન્ત પરમાત્મા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. એટલે કે તેઓશ્રીના ચરમ દેહના ચાર માપ એકસરખા હોય છે, સમાન હોય છે. આ માપનું સરખાપણું પાષાણના પ્રતિમાજીમાં જ શક્ય બને છે.
પ્રભુ-પૂજાના ફળનું વર્ણન કરતાં શ્રી શાસ્ત્રકાર ફરમાવે છે કે શ્રી જિનબિંબને પ્રમાર્જન કરતી વેળાએ સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચડાવતાં લાખ ગણું, આંગી કરતાં કરોડ ગણું, અને ગીત/વાજિંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે.
ચૈત્યવંદન' શબ્દમાં એવો અર્થ પણ ઘટિત થાય છે કે “ચૈત્ય એટલે શ્રી જિનબિંબ અને વંદન'. શ્રી જિનબિંબને વંદન કરવાથી વિધિને ચૈત્યવંદન કહે છે. આમ, ચૈત્યવંદનનો બીજો અર્થ ‘પ્રતિમા-પૂન' છે માટે, શ્રી જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વરદેવના નામ તથા ગુણોનું આરોપણ કરી, પ્રતિમા સમક્ષ શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી એ સર્વોત્તમ છે.
શ્રી જિનબિંબમાં અરિહન્ત પરમાત્માના ગુણોનું આરોપણ પૂર્વે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (૧) બિંબ-ભરાઈ (૨) અંજનશલાકા (૩) પ્રતિષ્ઠા. બિંબ ભરાઈનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે આ ત્રણ તબક્કાનો પ્રારંભ તેના વડે થાય છે. બીજું, શ્રી જિનેશ્વરદેવની આકૃતિ બિંબ-ભરાઈ વેળાએ જ થાય છે. આરસના દરેક અણુમાં શ્રી જિનેશ્વરદેવની ભાવ-અધિવાસના રહે છે. બિંબનું જ પ્રતિબિંબ આપણા મનમાં અને હૃદયમાં અંકિત થાય છે. જે બીબામાંથી જે તે બિંબ બને, તે બીબાની પણ અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. શ્રુતસરિતા
શ્રી જિનબિંબ નિર્માણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org