________________
પ્રબંધ-૮ 'જિનપ્રતિમા જિન સારિખી . શ્રી અજિતનાથાય નમઃ |
સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પહેલાંના પણ મહાન પૂર્વાચાર્યો ફરમાવે છે.
"चैत्यवन्दन्तः सम्यक् , शुभो भाव प्रजायते ।
તસ્માન્ત શર્મક્ષા: સર્વ, તત્ત: સ્થાપનુમનતે !” અર્થ : ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનબિંબ-તેને સારી રીતે વંદન કરવાથી પ્રકૃષ્ટ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મક્ષય થાય છે, અને કર્મના ક્ષય વડે સર્વ કલ્યાણની (મોક્ષ) પ્રાપ્તિ થાય છે. ચૈત્યવંદનનો પ્રથમ અર્થ “જિનબિંબપૂજન’ છે. મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ એ વંદન છે. “જિનબિંબ' એટલે પાષાણથી બનેલી પ્રતિમાજી. ધાતુની પ્રતિમાજીની અપેક્ષાએ આરસની પ્રતિમાજી હંમેશાં વધુ ઇચ્છવાજોગ, આવકારદાયક અને ઉપકારી છે. (૧) પાષાણની પ્રતિમાજીની આકૃતિ અને પ્રતિકૃતિ વધુ સ્પષ્ટ, સુરેખ અને મનોહર હોય છે, કે
જેથી વીતરાગ પરમાત્મામાં વસેલા આત્મિક અનંત ગુણોનું સઘન સ્વરૂપ વધુ વ્યક્ત થાય છે. (૨) અષ્ટપ્રકારી પૂજા અને નવાંગી પૂજા પણ પાષાણની પ્રતિમાજીમાં વધુ ઘટે છે. ઉત્તમ દ્રવ્યો
સાથે કરેલી પૂજા-ભક્તિ-સ્તુતિ પ્રશમરસની પ્રાપ્તિનું કારણ બને છે. (૩) જૈનદર્શનમાં પ્રતિમાજી છ પ્રકારની બનાવવામાં આવે છે. પાષાણ, કાષ્ટ, ધાતુ, કૃતિકા (માટી), | ગોમય, વાલુકા (રેતી) આ છ પ્રકારમાં શુક્લ ધ્યાનમાં સ્થિર અને પ્રશાન્ત મુદ્રા યુક્ત પ્રતિમાજી પાષાણની બને છે. ધાતુની અને આરસની પ્રતિમાજી બનાવવા/ઘડવાની ક્રિયામાં આરસની પ્રતિમાજી સર્વોત્તમ છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવંતની સ્થાપનાનું સ્થાપન કરવાનું વિધાન છે : (૧) કાષ્ટમાં (૨) ચિત્રમાં (૩) પોથીમાં (૪) લેપ કર્મમાં (૫) ગુંથનમાં (૬) વેપ્ટન ક્રિયામાં (૭) ધાતુનો રસ પૂરવામાં (૮) અનેક મણિકાના સંઘાતમાં (૯) ડોડોમાં (૧૦) પાષાણમાં. આ દસમાં ‘પાષાણ'માં સ્થાપના શુભાકારી અને ઉપકારી ગણાય છે. પ્રતિમાજીના દ્રવ્ય તરીકે પાષાણ કે ધાતુ બંને પૃથ્વીકાય હોવા છતાં બન્નેના પુદ્ગલ-પરમાણુમાં અને પુદગલ-પરિણામમાં ઘણો ફરક હોય છે. આ ભેદને કારણે આરસની પ્રતિમાજીમાંથી નીકળતો પ્રભાવક પૌદ્ગલિક પ્રવાહ જિનબિંબનું પૂજન, અભિગમન, વંદન અને પર્યાપાસન કરવા વડે ચિત્તને વધુ નિર્મળ કરવામાં અને શુભ-ભાવનો પ્રાદુર્ભાવ કરવામાં પ્રબળ નિમિત્ત
પૂરું પાડે છે. (૭) આરસનો શ્વેત રંગ કર્મકલંકરૂપી કાળાશને કાયમ દૂર કરનારો બનવામાં સૂચક છે. વધુમાં,
શ્રીનવપદજીમાં અરિહંત પરમાત્માનો વર્ણ પણ ‘શ્વેત’ છે, તેથી પણ, આરસ-પાષાણની શ્રુતસરિતા
- જિનપ્રતિમા જિન સારિખી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org