________________
જમીન ખાડાટેકરા રહિત સમતલ બની જાય છે. ઋતુ સુખદાતા થઈ જાય છે. મંદમંદ શીતળ સુગંધી વાયુ ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે. ઝીણી ઝીણી અને સુગંધી અચિત પાણીની વૃષ્ટિ ભગવાનની ચારે બાજુએ એક યોજન સુધી થાય છે જેથી ધૂળ દબાઈ જાય છે. દેવતાઓએ બનાવેલા અચિત ફૂલોની ઢીંચણ સુધીની વૃષ્ટિ પ્રભુની ચારેબાજુએ એક યોજન સુધી થાય છે. ખરાબ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ થાય છે. પ્રિયકારી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. ર૫૨૫ યોજન સુધી ઇતિભીતિ' એટલે તીડ-ભૂષકાદિ વગેરે ઉપદ્રવો થતા નથી, કોલેરા કે પ્લેગાદિની બિમારી થતી નથી, સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતા નથી, પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતા નથી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી અને દુષ્કાળ પડતો નથી. પ્રભુ પૂર્વ ધારથી પ્રવેશ કરીને અશોકવૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરી “નમો પથ્થસ્સ' બોલીને પૂર્વ દિશામાં મુખ રાખીને રત્નસિંહાસન ઉપર બેસે છે. વ્યંતર દેવો ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં પ્રભુના પ્રતિબિંબોની રચના કરે છે. પ્રભુના દરેક મસ્તકની પાછળ શરીરની કાંતિનું મંડલ-ભામંડલ પ્રગટ થાય છે. આકાશમાં દુંદુભિનાદ પ્રગટ થાય છે. ભગવાનની દેશના : પૂર્વોક્ત સભા સમક્ષ પ્રભુ માલકોશ રાગમાં અર્ધમાગધી (મગધ દેશની ભાષા સાથે બીજા દેશની મિશ્રિત) ભાષામાં અતિમધુર અમૃતમય પ્રવચન સવારના પ્રથમ પ્રહર એટલે કે ત્રણ કલાક સુધી આપે છે. પછી ભગવાન વિશ્રાંતિ કરવા અથવા આહાર-પાણી આદિ લેવા દેવછંદમાં જાય છે. ત્યાર બાદ બીજી વારની દેશના ગણધર ભગવંત સિંહાસનની આગળ દેવોએ રચેલી પાદપીઠ ઉપર બેસીને આપે છે. ત્યાર પછી પ્રભુ બીજી વારની છેલ્લા પ્રહરની ત્રણ કલાકની દેશના આપે છે. બધા ઉપસ્થિત જીવો પોતપોતાની ભાષામાં તે દેશનાને સમજે છે. ભગવાનના અતિશયોના પ્રભાવે કોઈને નથી લાગતો થાક કે નથી આવતો ઊઠવાનો વિચાર. ભગવાનને દેખતાં જ મતાભિમાની પોતાના અભિમાનને છોડી નમ્ર બને છે. શ્રોતા જે કાંઈ સવાલ મનમાં ધારીને આવેલ હોય એનું સમાધાન પૂછયા વગર જ થઈ જાય છે.
(પરમ સુશ્રાવક શ્રી ભરતભાઈ કે. શાહ (st. Louis, Mo, USA) દ્વારા સંકલિત)
શ્રુતસરિતા
૭૫
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org