________________
પ્રબંધ-૬ 'અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના
| સંક્ષિપ્ત રૂપરેખા શ્રી જિનેશ્વર દેવ, તેઓના માર્ગે ચાલનાર નિગ્રંથ ગુરુઓ અને તેઓએ પ્રતિપાદન કરેલ ધર્મ આ ત્રણેયની સાધનાની રીતો અલગ અલગ છે. આ રીતો પૈકી શ્રી જિનેશ્વર ભગવંતનું નામસ્મરણ, ગુણ સ્મરણ, ચરિત્રોના શ્રવણથી, ભક્તિથી અને તેઓની આજ્ઞાના પાલનથી થાય છે. તે જગતના તમામ દ્રવ્યો - નવ તત્ત્વો, પાંચે પરમેષ્ઠિઓ અને નવે પદો - આ દરેકમાં ઓછામાં ઓછા ચાર નિક્ષેપા તો અવશ્ય ઉતારી શકાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્વરૂપ જાણવા માટે - ઓળખ માટે ચાર નિક્ષેપ છે : (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ.
ઉપરોક્ત ચાર નિક્ષેપો પૈકી જિનાલયમાં કરાતી પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા એ સ્થાપના નિક્ષેપા તરીકે ઓળખાય છે. ભાવ નિક્ષેપા કાળ આશ્રયી હોવાથી દરેક ક્ષેત્રમાં દરેક કાળે હોવાનું સંભવિત નથી. બાકી રહેલા ત્રણ નિક્ષેપામાં, સ્થાપના નિક્ષેપા એ સાધનાનું પરમ આલંબન હોઈ સૌથી વધુ મહત્ત્વનું અંગ બની જાય છે.
આમ, સ્થાપનાની ભક્તિ અપેક્ષાએ પૂજકના અધિક આદરને સૂચવનારી છે. જિનાલય અને જિનપ્રતિમા એક એવું અદ્ભુત-અનુપમ સ્થાન છે કે જ્યાં જઈ ત્રિવિધ તાપ અને સંતાપને હરનારા અને ત્રિવિધ આરોગ્યને કરનારા ધર્મને સમ્યક પ્રકારે શ્રાવક આરાધી શકે છે. આમ, મૂર્તિની સ્થાપના દ્વારા પ્રભુના મૂળ આકારરૂપ પ્રતિમાની સેવા-ભક્તિથી સમ્યગુ દર્શનાદિ ગુણોને ઢાંકી રાખનારા આવરણોને દૂર કરી શકાય છે અને પોતાના આત્મગુણોને પ્રગટાવી શકાય છે. મૂર્તિની સ્થાપના એ ઉપાસના માટેનું અનુપમ, અલૌકિક અને અનન્ય આલંબનનું પરમ નિમિત્ત બની રહે છે. માટે તો, જિનપૂજા-જિનપ્રતિમા સંબંધી યથાર્થ ફરમાવ્યું છે. | “જિન-પ્રતિમા જિનવર સમ ભાખી, સૂત્ર ઘણાં છે સાખી”
શ્રી જિન-પ્રતિમા સાક્ષાત્ શ્રી જિનરાજ તુલ્ય છે. તેના પ્રમાર્જન વિલેપન વગેરેનો મહિમા નીચેના શ્લોકમાં દર્શાવ્યો છે :
सयं पमज्जणे पुन्नं, सहस्सं च विलेवणे ।
सयसह स्सिया माला, अनंत गीयवायह ॥ અર્થ : શ્રી જિનેશ્વર પ્રભુના બિંબને પ્રમાર્જન કરતાં સો ગણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની
માળા ચઢાવવામાં લાખ ગણું અને ગીત-વાજિંત્ર વગાડતાં અનંત ગણું પુણ્ય ઉપાર્જન થાય
ધર્મભાવનાને ટકાવી રાખવા માટે જેમ જિનાલયોની અને પ્રતિમા-સ્થાપનાની અત્યંત જરૂર છે, તેમ લોભ અને પરિગ્રહ સંજ્ઞાના પાપ વડે ઉપાર્જન કરેલ દ્રવ્યનો સદ્વ્યય કરવા માટે પણ જિનાલયોની ખાસ જરૂર છે.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૭૯ For Private & Personal Use Only
અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના
www.jainelibrary.org