________________
તાત્પર્ય એ છે કે ચૈત્યવંદન એ ભાવવંદન હોઈ, ભાવવંદનના નીચે દર્શાવેલ પાંચ લક્ષણોની લાક્ષણિકતા હોવી જોઈએ. (૧) ક્રિયાનો સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તુતિ, સ્તોત્ર કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના વિષયની અને અર્થની સતત વિચારણા. (૩) આરાધ્ય શ્રી અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) ચૈત્યવંદનની ક્રિયા કરવાની તક મળ્યા બદલ હૃદયમાં આનંદની લાગણી. (૫) ભવભ્રમણનો નિર્વેદ કે ભય.
આમ, ચૈત્યવંદનથી જાગેલા શુભ ભાવ કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે, કે જેના વડે આત્મા લઘુકર્મી બને છે; અને ક્રમે કરીને નિર્મળ બનતાં બનતાં મોક્ષની નિકટ પહોચે છે.
શ્રી જિનેશ્વર દેવ એ સર્વોત્તમ વિશ્વપુરુષ છે. તેઓની પ્રતિમા એ તેઓની પ્રતિકૃતિ છે, આકૃતિ છે. માટે, તેઓની પ્રતિમાના દર્શનથી અને વિધિપૂર્વક વંદનથી શ્રી જિનેશ્વર ભગવંતના અનેક ગુણોના સઘન સ્વરૂપની, એક જ સમયે અને એક જ સ્થળે, પ્રાપ્તિનો ધન્ય અવસર ચૈત્યવંદન વડે સાંપડે છે. શ્રી જિનેશ્વરના ગુણોનું ચૈત્યવંદન દ્વારા રટણ અને સ્મરણ કરવાથી તે તે ગુણોની પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના આપણામાં જાગે છે, ઉત્સાહ વધે છે, ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે અને તે માટે જોઈતું આધ્યાત્મિક પુરુષાર્થનું બળ એકત્રિત થાય છે. સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવેશ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી યથાર્થ ફરમાવે છે :
चैत्यवन्द नतः सम्यक् , शुभ भाव प्रजायते ।
तस्मात् कर्मक्षयः सर्वं, ततः कल्याणमश्नुते ।। અર્થ : ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનપ્રતિમાને સારી રીતે વિધિપૂર્વક વંદન કરવાથી
પ્રકૃષ્ટ શુભભાવ પેદા થાય છે. શુભભાવથી કર્મનો ક્ષય થાય છે અને કર્મના ક્ષયથી સર્વના કલ્યાણની પ્રાપ્તિ થાય છે. ચૈત્યવંદનની વિધિ અન્ય ગ્રંથમાંથી કંઠસ્થ કરવી જરૂરી છે.
તીર્થકર ભગવાનનું સમવસરણ તીર્થકર ભગવાનને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકર નામકર્મનો ઉદય થાય છે. તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના તીર્થની સ્થાપના કરે છે અને ધર્મદેશના આપે છે. દેશનાના સમયે દેવો દૈવિક શક્તિથી વૈક્રિય પુદ્ગલો દ્વારા ત્રણ ગઢના સમવસરણની રચના કરે છે. સમવસરણ એટલે પ્રવચન મંડપ. સમવસરણમાં ધર્મલાભ લેવા આવનાર : અઘોલોકના રહેવાશી ભુવનપતિ દેવો અને દેવીઓ આવે છે. મધ્યલોકમાંથી સાધુઓ, સાધ્વીઓ, પુરુષો, સ્ત્રીઓ, બધી જાતિના તિર્યંચો, વ્યંતર દેવ, વ્યંતર દેવીઓ, જ્યોતિષ્ક દેવ અને જ્યોતિષિક દેવીઓ આવે છે. ઉદ્ગલોકમાંથી વૈમાનિક દેવ અને દેવીઓ આવે છે. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કોઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કોઈને એક પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૭૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org