________________
સૂત્રો અને રચયિતા શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ હાલમાં શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ તરફથી કરવામાં આવે છે તે માટે તથા પૂજા વખતે શ્રી જિનની પિંડસ્થાદિ ત્રણે અવસ્થાઓનું આરોપણ કરવામાં આવે છે, તે માટે સેંકડો સૂત્રોનો આધાર છે. જેમાંના કેટલાંક નામો નીચે પ્રસ્તુત છે. એ સૂત્રો તથા તેના રચયિતાઓની પ્રમાણિકતા બાબતમાં કોઈનો ય બે મત નથી. (૧) શ્રી તત્ત્વાર્થ સૂત્રના કર્તા તથા બીજા પાંચસો પ્રકરણોના રચયિતા દશ પૂર્વધર વાચકશેખર શ્રી
- ઉમાસ્વાતિ મહારાજ વિરચિત પૂજા પ્રકરણ.” (૨) ચૌદ પૂર્વધર શ્રી વીર પરમાત્માના છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્રબાહુસ્વામી કૃત ‘આવશ્યક નિર્યુક્તિ.” (૩) દશ પૂર્વધર શ્રી વજસ્વામી કૃત પ્રતિષ્ઠા કલ્પ.” (૪) પાદલિપ્તાચાર્ય કૃત પ્રતિષ્ઠા કલ્પ.”
શ્રી બપ્પભટ્ટ સૂરિ કૃત પ્રતિષ્ઠા કલ્પ.” (૬) ચૌદસો ચૂંવાળીસ ગ્રંથોના કર્તા શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘પૂજા પંચાશક.” (૭) એ જ મહાપુરુષે રચેલ “શ્રી ષોડશક.” (૮) એ જ મહાપુરુષે રચેલ “શ્રી લલિતવિસ્તરા.” (૯) એ જ મહાપુરુષ કૃત “શ્રાવક પ્રજ્ઞપ્તિ.” (૧૦) શ્રી શાલિભદ્રસૂરિ કૃત “ચૈત્યવંદન ભાષ્ય.” (૧૧) શ્રી શાન્તિસૂરિ કૃત “ચૈત્યવંદન બુદ ભાષ્ય.” (૧૨) શ્રી દેવેન્દ્ર સૂરિ કૃત “લઘુ ચૈત્યવંદન ભાષ્ય.” (૧૩) શ્રી ધર્મઘોષ સૂરિ કૃત “શ્રી સંઘાચાર વૃત્તિ.' (૧૪) શ્રી સંઘદાસ ગણિ કૃત “વ્યવહાર ભાષ્ય.” (૧૫) શ્રી બૃહત્કલ્પ ભાષ્ય અને તેની શ્રી મલયગિરિ સૂરિકૃતિ “વૃત્તિ.' (૧૬) શ્રી મહાવીર પ્રભુજીના હસ્તે દિક્ષીત, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસ ગણિ કૃત ‘ઉપદેશમાલા.” (૧૭) જેમના વિદ્વત્તાભર્યા ગ્રંથોથી વર્તમાન વિશ્વ પણ ચકિત થઈ રહેલ છે તે કલિકાલસર્વજ્ઞ ભગવંત
શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત કૃત “શ્રી યોગશાસ્ત્ર.” (૧૮) તેમણે જ રચેલ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર.” (૧૯) પૂર્વધર વિરચિત “શ્રી પ્રથમાનુયોગ.” (૨૦) પૂર્વધર શ્રી ચિરંતનસૂરિ કૃત “શ્રી શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર.” (૨૧) શ્રી વર્ધમાન સૂરિ કૃત “શ્રી આચાર દિનકર.” (૨૨) શ્રી રત્નશેખર સૂરિ કૃત “શ્રી શ્રાદ્ધવિધિ.” (૨૩) તેમણે જ રચેલ “શ્રી આચાર પ્રદીપ.” (૨૪) શ્રી ક્ક સૂરિ કૃત “શ્રી નવપદ પ્રકરણ.” પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૬૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org