________________
અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા લાવવા માટે, સંસારનો અનેક આકર્ષણોમાંથી મનને નિવૃત્ત કરવા સંસારતારકના સૌમ્ય સ્વરૂપમાં મનની તમામ વૃત્તિઓને સ્થિર કરવા, મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ ઉત્તમમાર્ગ છે જ નહિ !!!
દેરાસર જવાનું ફળ
संपत्तो जिणभवणे पावइ छम्मासिअं फलं पुरिसो ।
संवच्छरिअं तु फलं दारदेसटिठओ लहइ ॥
અર્થ : શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલો પુરુષ છ માસના ઉપવાસના ફળને પામે છે અને દ્વાર દેશે (ગભારા પાસે) પહોંચેલો પુરુષ બાર મહિનાના ઉપવાસના ફળને પામે છે. વળી,
पयाहियेण पावइ वरिस सयं फलं तओ जिणे महिए ।
पावइ वरिस सहस्सं, अनंत पुण्णं जिणे थुनिए ||
અર્થ : પ્રદક્ષિણા દેવાથી સો વર્ષના ઉપવાસના ફળને પામે છે. શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે.
પ્રભુની પૂજાના પાંચ પ્રકાર :
पुष्पाद्यच तदाज्ञा च द्रव्य परि रक्षणम् । उत्सवा तीर्थयात्रा य, भक्ति एव विधानम् ॥
(૧) ચંદન-પુષ્પાદિ પૂજા (૨) પ્રભુની આજ્ઞાનું પાલન (૩) દેવદ્રવ્ય રક્ષણ (૪) ઉત્સવો-મહોત્સવો (૫) તીર્થયાત્રા - એ પાંચ પ્રકારની ભક્તિ છે.
મોક્ષ-માર્ગ
જીવના પરસ્પર સંબંધનું જ્ઞાન, તે જ્ઞાનપૂર્વક સાચો સ્નેહ અને તે સ્નેહપૂર્વક સાચો આચાર એ રત્નત્રયી છે. એવી રીતે અજીવ તત્ત્વનું જ્ઞાન, જીવતત્ત્વ સાથેના એના સંબંધનું જ્ઞાન અને એ જ્ઞાન મુજબ અજીવ તત્ત્વ પ્રત્યે ઔદાસીન્ય, એ ઔદાસીન્યપૂર્વક અજીવ તત્ત્વ સાથેનું ઉચિત આચરણ એ પણ રત્નત્રયીનો બીજો પ્રકાર છે. એ બંને પ્રકાર મળીને મોક્ષમાર્ગ બને છે.
શ્રુતસરિતા
Jain Eğucation International 2010_03
૬૭
For Private & Personal Use Only
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
www.jainelibrary.org