________________
પ્રબંધ-૪
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે –
"अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च ।।
तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥१॥" શ્રી અરિહંતો-રાગદ્વેષાદિ મળથી રહિત આત્માઓની અભ્યર્થના, અભિગમન, સ્તુતિ, વંદ અને પર્યાપાસના આદિથી મનઃપ્રસાદ-ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમાં નિર્મળ જલથી મળ દૂર થાય છે પરંતુ મલિન જળથી મળની વિશુદ્ધિ થતી નથી. તે જ રીતે શ્રી અરિહંતો રાગદ્વેષાદિ મળથી રહિત હોવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મળો નાશ કરનારા થાય છે.
दर्शनात् दूरित र्ध्वसि, बंदनात् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीमान्, जिनसाक्षात् सुरद्रुम ।। દર્શનથી દુ:ખનો નાશ થાય છે, વંદનથી વાંછિત ફળ મળે છે,
પૂજનથી પૂજ્ય બનાય છે, જિનેશ્વર સાક્ષાત કલ્પવૃક્ષ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિરચિત “સકલાહ”
नामाउउकृति-द्रव्य-भावैः, पुनतस्त्रिजगज्जनम् ।
क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥२॥ જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અહંતોની અમે સમ્યગુ ઉપાસના કરીએ છીએ.
जिनेषु कुशलं चित्तम्, तन्नमस्कार एव च ।
प्रणामादि च संशुद्धि, योग बीजमनुत्तमम् ॥ જિનેશ્વરને વિષે કુશળ ચિત્તને મૂકવું; જિનેશ્વરને વચનથી નમસ્કાર કરવા; જિનેશ્વરને કાયાથી પ્રણામ કરવા. આ ત્રણે મોક્ષબીજ ઉત્તમ છે. પ.પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી – યોગસમુચ્ચય. દશશિક વગેરે સાભાર ઉદ્ભુત (૧) પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી દ્વારા લિખિત પુસ્તક પૂજા કરીએ સાચી સાચી'. (૨) ધર્મતીર્થપ્રભાવક પૂજ્યવાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત પુસ્તક “ચાલો જિનાલયે જઈએ. (૩) અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય લિખિત પુસ્તક “પ્રાકૃતિક તો પરમતત્ત્વનું મિલન' અને અન્ય પુસ્તક પ્રતિમાપૂજન.' (૪) શ્રી ગુણવંત જૈન સંપાદિત પુસ્તક શ્રી તારક ભક્તિસંગ્રહ.’ (૫) પૂજ્યપાદ પંન્યાસ પ્રવર ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના પ્રશિષ્યો પૂ. પંન્યાસ શ્રી
ચન્દ્રવિજયજી અને શ્રી ઇન્દ્રજિતવિજયજી લિખિત પુસ્તક પ્રિતડી બંધાણી રે.’ પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૫૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org