________________
આ મંત્ર બોલી ધૂપસળી દીવાની જ્યોતથી સળગાવવી. બાદ ધૂપસળીને હાથમાં લેવી. એ પણ એવી રીતે કે બંને હાથની આંગળીઓ એકબીજાની સામે મળી જાય. પછી બંને તર્જની (અંગૂઠા પાસેની આંગળીઓ) અને બંને મધ્યમાં આંગળીની વચ્ચે જે ગેપ રહે છે ત્યાં ધૂપસળી બરાબર ફસાવી દેવી. આને ઉત્થિતાંજલિ મુદ્રા કહે છે.
(
.
ધૂપસળી ઊભી રહે એ રીતે રાખવાની છે. ધૂપસળીને ગોળ ગોળ ઘુમાવવાની કોઈ જ જરૂર નથી. ગભારા બહાર ઊભા રહી ધૂપપૂજા કરતી વખતે ધૂપ અને ધુમાડા સામે જોઈ ભાવના ભાવવાની છે કે, પ્રભો! આ ધૂપ દુર્ગધને દૂર કરી સુગંધને ફેલાવે છે તે રીતે મારા આત્મામાં રહેલી મિથ્યાત્વની દુર્ગધ દૂર થાવ. વળી, ધૂપમાંથી નીકળતો ધુમાડો જેમ ઊર્ધ્વદિશા તરફ વહેતો રહે છે, તે રીતે મારા આત્માનો સ્વભાવ પણ ઊંચે જવાનો છે. આવા પ્રકારના મારા સ્વભાવને શીધ્ર પામું.
બાદ ધૂપ પરમાત્માની ડાબી બાજુ પધરાવવો.
શુદ્ધ ઘી દ્વારા દીપ પ્રગટાવવો. અગ્રપૂજાનો બીજો પ્રકાર છે દીપકપૂજાનો.
દીપકને વિવૃત્ત-સમર્પણ મુદ્રામાં એટલે કે બે હાથની હથેળી કરતાં એ ભાવના ભાવવી કે,
“પરમાત્મન્ ! આ દીપક અંધકારનો નાશ કરી પ્રકાશને કરનારો છે તેમ આ પૂજા દ્વારા મારા અજ્ઞાન-અંધકારનો નાશ થાય અને જ્ઞાનનો વિવેકભર્યો પ્રકાશ પ્રગટે !”
દીપકને પરમાત્માની જમણી બાજુ સ્થાપિત કરવો. શ્રુતસરિતા
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૫૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org