________________
એવા આત્માએ સંયમને સર્વસ્વ બનાવવું પડે.
વીતરાગ પરમાત્માનો સાધુ જીવતો જાગતો ધર્મ છે, જીવતી જાગતી કરુણા છે, નમ્રતા છે, નિર્લોભતા છે, પરમશુદ્ધિનો અવતાર છે, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, ભાવના આદિનું પાલન કરે છે. આચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વગેરેની સાધુ નિરંતર સેવા કરે છે. ‘સેવા’ એ વૈયાવચ્ચ નામનો અત્યંતર તપ છે. વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતિ છે. બીજા ગુણ આવે ને ચાલ્યા પણ જાય, પણ આ વૈયાવચ્ચના ગુણથી જે આત્મવિકાસ થાય તેમાંથી આત્મપતન ક્યારે ય પણ ના થાય. કાજો કાઢતાં ભાવશુદ્ધિવડે સમ્યગ્દ દર્શન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પામ્યાના દાખલાઓ શાસ્ત્રમાં મોજૂદ છે.
સાધુના મલિન વસ્ત્ર-વર્ણ જોઈને નિંદા કરો તો દર્શન મોહનીય કર્મનો બંધ થાય. ઘોર પાપ બંધાય. સાધુના મિલન વસ્ર-ગાત્ર-કાયા એ એનું ભૂષણ છે. વીતરાગના સાધુની કાયા ભલે કાળી હોય, પણ તપના તેજથી ઝગારા મારે. તેમની પ્રસન્નતા વિશિષ્ટ પ્રકારની હોય. તેમને નમસ્કાર કરવા આપણામાં પુણ્યના અંકુરો ફૂટે છે.
સાધુપદમાં પ્રવેશ કરવાનું જેને મન નહીં તે વીતરાગના શાસનનો અનયાયી નહીં. શેઠિયાઓ, શ્રીમંતો અને સત્તાધીશોના પદને નવકારમાં સ્થાન નથી, માત્ર સાધુપદને સ્થાન છે. સાધુપદમાં આપણે વસી ના શકીએ, તો પણ હૈયામાં સાધુપદને વસાવવું જ જોઈએ.
આ પદના ધ્યાનમાં એકાકાર બની સાધુતાનો આસ્વાદ લઈ, આપણે સાચા અર્થમાં નમનીયવંદનીય-સ્તવનીય-પૂજનીય બની જઈએ તેવું લક્ષ્ય બાંધવાનું છે.
(૬) સમ્યગ્દર્શન પદ શ્વેત વર્ણ :
સમ્યગ્દર્શન વિના સમ્માન નહીં, સભ્યજ્ઞાન વિના સમ્યક્ચારિત્ર નહીં, સમ્યક્ચારિત્ર વિના સમ્યક્તપ નહીં. આમ, જ્ઞાન-ચારિત્ર અને તપ એ ત્રણેને સમ્યક્ બનાવનાર સમ્યગ્દર્શન છે.
સર્વજ્ઞ ભગવંતે બતાવેલા દર્શાવેલા આગમો પ્રત્યે રુચિ, સહૃણા, આંતરિક સ્વીકાર, આચરણ અને પ્રતીતિ, તેને સમ્યગ્દર્શન કહેવાય. સમ્યગ્દર્શનના અભાવમાં સાધુ-ઉપાધ્યાય કે આચાર્ય પદમાં પ્રવેશ મળે જ નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય. ભવોની સંખ્યાની ગણતરીનો પ્રારંભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જ થાય. દા.ત. શ્રી મહાવીર સ્વામીનો પ્રથમ ભવ નયસારનો. “સમકિત પામ્યે જીવને, ભવ ગણત્રીએ ગણાય !’’
‘‘સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય;
સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય.’’
જે ભવ્યાત્માઓ ચરમાવર્તમાં આવે, અપુનબંધક દશા પામે, ચરમ યથાપ્રવૃત્તકરણ દ્વારા આગળ વધે ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ગુણ ઉપશમભાવથી, ક્ષયોપશમ ભાવથી અને ક્ષાયિક ભાવથી પામી શકાતો હોય છે, તેથી તે ત્રણ પ્રકારે ઓળખાય છે. આ ગુણવાળો જીવ અવશ્ય ચોથે ગુણસ્થાનકે હોય જ, અને યોગદૃષ્ટિની અપેક્ષાએ આઠ દૃષ્ટિઓ પૈકી પાંચમી સ્થિરા દૃષ્ટિએ તો હોય જ. આ ગુણથી પવિત્ર થયેલો આત્મા, કર્મયોગ સંસારમાં રહેવું પડે તો રહે, પણ સંસારસાગરમાં રમે તો
શ્રી નવપદ આરાધના
Jain Education International 2010_03
૪૮
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org