________________
શિક્ષામૃત
- શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, ભાર્યા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે.
(શાર્દૂલવિક્રીડિત). રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદ પણ ઇન્દ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. રાણીનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને (શાંત થયેલો) સાંભળીને નમિરાજ બૂયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું.
ચતુર્થ ચિત્ર : અન્યત્વ ભાવના
(શાર્દૂલ વિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારા ધન ધામ યોવન ધરા, એ મોહ અજ્ઞાત્વના,
રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યોવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર !
(શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વેરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org