________________
વહીવંચાની વહી
અભણ છતાંય યુરોપ અને એશિયાભરમાં હાથચાલાકીના હેરતભર્યા પ્રયોગ કરી જાદુવિદ્યાના ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને કીતિ હાંસલ કરનાર જેન જાદુગર શ્રી નલ્વમંછા,
વિદ્વાન જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા), કવિ પ્રેમશંકર, શેઠ મનજી નથુભાઈ, શેઠ વલ્લભ પિપટ, નગરશેઠ હરિદાસ મનજીભાઈ–આ બધાં એ સૂર્યમંડળના ચમકતા તારલા હતા. આજે પણ એ તારલા ઇતિહાસના ન–મંડળમાં
દિવ્ય પ્રકાશ રેલી રહ્યું
આવી અણમોલ રત્નોની ભૂમિ છે, મધુમતી નગરી.
અને એની ધરતીની પવિત્રતાને તો કંઈ પાર જ નથી. સાક્ષાત્ જીવિતસ્વામીશ્રી વીર પરમાત્માના વડીલ બંધુ શ્રી નેન્દિવર્ધન રાજાએ નિર્માણ કરાવેલી શ્રી મહાવીર પ્રભુની અલૌકિક અને ભવ્ય મૂર્તિ આ નગરીના મધ્યભાગમાં આવેલા ગગનેનંગ-શિખરબંધી જિનાલયમાં ઘણા કાળથી બિરાજમાન છે. એથી આ નગરી જાણે પવિત્રતાની મૂર્તિ જ લાગે છે.
આ સિવાય –
શ્રી જાવડશા શેઠ તક્ષશિલા નગરીથી પાંચ મનહર બિંબો લાવેલા, તેમાં એક બિંબ શ્રી મહાલક્ષમી દેવીનું પણ હતું. તે પણ (લેકેતિ મુજબ) આ નગરીમાં જ બિરાજમાન છે, અને લોકોમાં જાણે ધર્મ અને ધનની લહમીનું સુભગ મિશ્રણ કરી રહી છે.
[૨]
વહીવંચાની વહી
વહીવંચાની વહી બોલે છે કે –
મહાપ્રભાવશાલી આચાર્ય મહારાજ શ્રી સ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ- કે જેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય ગણાતા, અને શ્રી કેશીગણધર મહારાજના શિષ્ય હતાતેમના ઉપદેશથી સંવત્ ૨૦૯માં ગોહિલવંશને મિથ્યાત્વી રાજા મલસેન પ્રતિબોધ પામે, ને એ સમ્યગ્ર દષ્ટિ–અને જૈન ધર્મને પરમ ઉપાસક બન્ય.
આ ગોહિલવંશી રાજા માઢરસ ગેત્રની નરેલી શાખાને હતે. તેની કુલદેવી શ્રી વીરાહીભવાની હતી.
પરંપરાએ તેને પરિવાર ભિનમાલ નગરમાં ગયો. ત્યાં તે પરિવાર વડપીપલગચ્છના જૈન પરિવાર તરીકે હતે.
આ પરિવારની વંશપરંપરાનું એક કુટુંબ સંવત ૪૦૦માં ચૈત્ર શુદિ ૭ના દિવસે પાટણ થઈને કેરડા (રાધનપુર પાસે) આવ્યું. અહીંયા તે કુટુંબ સેંકડો વર્ષ સુધી સ્થાયી બની રહ્યું. - ત્યારપછી સંવત ૧૫૨પમાં જેઠ શુદિ ૧૩ના દિવસે એ કુટુંબના વંશજો કોઠ ગામે આવ્યા. ત્યાં એ કુટુંબના વડીલ પુરુષ ત્યાંના રાજદરબારમાં કારભારી તરીકે નીમાયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org