________________
[૨૧]
દીર્ધદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભકત શ્રેષ્ટિવર્ય
૧૯૫૮નું ચોમાસું પૂરું થયું. ઝવેરી છેટાલાલ લલુભાઈએ છ બેરી” પાળતે શ્રીસિદ્ધગિરિજી તીર્થનો સંઘ કાઢયો. લગભગ બે હજાર ભાવિકો એમાં જોડાયા. પૂ. પંન્યાસજી મ. તથા આપણા ચરિત્રનાયકશ્રીની નિશ્રામાં સંઘ નીકળે. સાણંદ, વિરમગામ, વઢવાણ, લીંબડી વગેરે ગામો પસાર કરતો એ સંઘ અનુક્રમે શ્રીસિદ્ધાચલજી મહાતીર્થની પવિત્ર છાયા–તળે પાલિતાણું આવી પહોંચ્યું. અહીં સકલસંઘે ભાલ્લાસપૂર્વક દાદાની યાત્રા કરી. અને શ્રી છોટાભાઈ એ પૂ. ગુરૂદેવના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી.
પાલિતાણાથી પૂ. ગુરૂદેવે ભાવનગર પધાર્યા. અહીં અષાડ સુદ ૧૦ના દિવસે મહુવાના શા. કમળશીભાઈના સુપુત્ર શેઠ કસળચંદ કમળશીના લઘુબંધુ) શ્રીસુંદરજીભાઈ નામના ૧૬ વર્ષના કિશોરને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રીદર્શનવિજ્યજી રાખીને તેમને પૂજ્ય શ્રીના શિષ્ય કર્યા. બીજા એક વૈષ્ણવ ગૃહસ્થને પણ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રતાપવિજ્યજી મ. રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય કર્યા.
૧૫નું આ ચોમાસું પૂજ્યશ્રીએ પૂ. પંન્યાસજી મ. ની સાથે ભાવનગર કર્યું. આ ચોમાસામાં પૂ. પંન્યાસજી મહારાજે તેઓશ્રીને “શ્રીભગવતીજી સ્ત્રીના મેટા યુગમાં પ્રવેશ કરાવ્યું. - પૂજ્યશ્રીની દૂરંદેશી તથા દીર્ઘદ્રષ્ટિ પ્રશંસનીય હતી. તેઓશ્રી સંપૂર્ણ નીડર હોવા છતાંય “ચેતતો નર સદા સુખી” એ સૂત્રમાં માનનારા હતા. આ ચોમાસા પૂર્વે પિતાની નૈસર્ગિક નિરીક્ષણ અને અનુમાન શક્તિથી કેટલાંક ચિને જોઈને તેઓશ્રીને લાગ્યું કેભાવનગરમાં પ્લેગને (Plage) ઉપદ્રવ થવાને સંભવ છે. - તેઓશ્રીએ પૂપંન્યાસજી મ.ને વિનંતિ કરી કેઃ સાહેબ! અહીં પ્લેગના ઉપદ્રવ સંભવ છે, એમ મને લાગે છે. માટે આપની ઈચ્છા હોય તો આપણે અન્યત્ર જઈએ.
પણ પૂ. પંન્યાસજી મહારાજે કહ્યું કે કાંઈ વાંધો નહીં આવે. તમે તો બહુ બીકણ જણાવે છે. અવસરે જોયું જશે.
ચોમાસું બેઠું. શ્રાવણના સરવરિયા શરૂ થયા. ને શહેરમાં પ્લેગના ચિહ્નો જણાવા માંડ્યા. કઈ-કઈ માણસ પ્લેગને ભોગ પણ થવા લાગે. પર્યુષણ પર્વ બાદ તે એણે ઉગ્ર–સ્વરૂપ ધારણ કર્યું. વાયુવેગે શહેરમાં એ ફેલાવા લાગે. લોકે આજુ-બાજુના ગામમાં વિખરાવા લાગ્યા. આમ આપણા પૂજ્યશ્રીનું અનુમાન સત્ય નીવડયું. નિરૂપાયે પૂ. પંન્યાસજી મ. આદિ સાધુ સમુદાયે પણ ત્યાંથી વિહાર કર્યો, અને નજીકના ક ગાઉના અંતરે આવેલા વરતેજ ગામે પધાર્યા. શાસ્ત્રીય મર્યાદા એવી છે કે ચોમાસામાં સવા જન સુધી જવાય. પણ આ ગામ તે ભાવનગરથી સવા જન કરતાં નજીક હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org