________________
૩૧૦
શાસનસમ્રાટું છગનલાલ જેરાજે ૬૦ હજાર રૂ. ને અને શેઠ રતિલાલ વર્ધમાને રૂ. ૩૫ હજાર જેટલા સદ્વ્ય ય કર્યો.
સંઘના જિનાલયની પ્રતિષ્ઠાની સાથે સાથે શા. ફુલચંદ લાલચંદ વગેરેએ ધોળીપળમાં બંધાવેલા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીએ કરાવી. એક જ મુહૂર્ત બંને સ્થળે પ્રતિષ્ઠા થઈ
પ્રતિષ્ઠા બાદ થોડા દિવસ રહીને પૂજ્યશ્રી જેરાવનગર પધાર્યા. અઠવાડિયું રહ્યા. અહીં રહેતા શ્રી પુરુષોત્તમદાસ એલ. બાવીશી તેઓશ્રીના પરિચયથી ધર્માનુરાગી બન્યા. અહીંથી શુભ દિવસે વઢવાણ કંપમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. સં. ૨૦૦૪નું આ ચોમાસું ત્યાં બિરાજ્યા. ચોમાસામાં માસક્ષમણદિ તપની આરાધના તથા દેવદ્રવ્ય વગેરેની આવક ઘણું સરસ થઈ. પર્યુષણ પછી સંઘે મહાવ કર્યો.
અહીંના–દેરાસર, શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયે, સંઘની પેઢી, આંબલશાળા, ધર્મશાળા, જ્ઞાનમંદિર વગેરે તમામ ધર્મસ્થાનકે એક જ કંપાઉંડમાં હતાં. દેરાસર સવાસો વર્ષ પુરાણું હતું. તે વખતની અલ્પ વસતિ પ્રમાણે દેરાસર નાનું બંધાયેલું. હવે વધેલી અને વધતી વસતિને માટે એ નાનું જણાતાં સંઘે દેરાસરની ફરતી ૨૪ દેરીઓ તથા મૂળ દેરાસરની સામે માટે રંગમંડપ તૈયાર કરાવ્યા. પણ-શિલ્પીની બેકાળજીને લીધે એમાં કેટલીક ક્ષતિઓ રહી ગયેલી. તે તરફ પૂજ્યશ્રીનું ધ્યાન દેરાયું. તેઓશ્રીની સૂચના થતાં સંઘે બીજા કુશળ શિલ્પી પાસે એ ક્ષતિઓ દૂર કરાવી.
ચોમાસું પૂરું થતાં ચાતુર્માસ પરિવર્તનને લાભ શેઠ રાયચંદભાઈ અમુલખે લીધે. રાયચંદભાઈને પૂજ્યશ્રી પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાસભર આગ્રહથી જ પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યા હતાં. પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યા, ત્યારથી તેમના ઘરની અગાશીમાં કેસરના છાંટણ પડવા લાગ્યાં. એની સુગંધ સર્વત્ર ફેલાતી. કેસરના ડાઘા પણ અગાશી પર પહેલાં દેખાતાં. આટલું જ નહિ, પણ રાયચંદભાઈની પૂજ્યશ્રી ઉપરની શ્રદ્ધાને પ્રભાવ એવે અપૂર્વ હતું કે–તેઓ ઘણીવાર ઘરમાં-ગામમાં કે બહારગામ ક્યાંક બેઠાં હોય, ત્યારે અચાનક જ (ગમે ત્યારે) તેમની આસપાસ દિવ્ય સુગંધ ફેલાઈ જાય. આ સુગંધ એમની પાસે બેઠેલાને આવે. સૌ એમને પૂછે કે–આ શું હશે ? ત્યારે તેઓ એને “ગુરૂકૃપા' ગણાવતાં. આ પ્રભાવ રાજકેટના વકીલ શા. ચીમનલાલભાઈએ સાક્ષાત્ અનુભવેલે.
રાયચંદભાઈને ત્યાંથી પૂજ્યશ્રી શેઠ રતિલાલ વર્ધમાનના બંગલે પધાર્યા. તેમણે પૂજ્યશ્રીની પ્રેરણાથી પિતાના બંગલાના કંપાઉંડમાં ઘરદેરાસર બંધાવવું શરૂ કર્યું.
બોટાદના શ્રીસંઘને બોટાદ પધારવા માટે ગત વર્ષથી આગ્રહ ચાલુ હતું. આ વખતે પૂજ્યશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનપૂર્વક નિર્માઈ રહેલે ત્રિભૂમિક પ્રાસાદ તૈયાર થવા આવેલ. તેની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના સાંનિધ્યમાં કરવાને શ્રીસંઘે નિર્ણય લીધે, અને તે વિનંતિ કરવા આવ્યું.
બટાદ-પરામાં દેસાઈ લખમીચંદ ભવાનના કુટુંબ તરફથી પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર, શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનમંદિર તૈયાર થયું હોવાથી તેની પ્રતિષ્ઠા પણ કરવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org