________________
૩૧૪
શાસનસમ્રાટ પણ જે ક્ષેત્રપશના ! અપાર છે તારૂં બળ, તેં અહીં પણ તારૂં બળ દાખવ્યું.
કદંબગિરિમાં ચોમાસાની વાત જાણતાં જ પૂજ્યશ્રીની જન્મભૂમિ “મહુવાને શ્રીસંઘ અને નગરશેઠ શ્રી હરિભાઈ મનદાસ વગેરે આવ્યા. તેમણે ઘણું આગ્રહપૂર્વક ચોમાસાની વિનંતિ કરી. - નગરશેઠ હરિભાઈ પૂજ્યશ્રીના સંસારીપણાનાં શાળા–મિત્ર હતાં. તેમણે ઘણે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે સાહેબ ! મહુવામાં બે ભવ્ય નૂતન જિનાલો તૈયાર થવા આવ્યાં છે. એ આપશ્રીના ઉપદેશનું તથા અસીમ કૃપાનું જ પરિણામ છે. બંને દેરાસરાની પ્રતિષ્ઠા આપના હસ્તે જ થવી જોઈએ. માટે આપ મહુવા પધારે જ
નગરશેઠના અને સંઘના આવા દઢ આગ્રહ સામે આખરે પૂજ્યશ્રીને નમતું જોખવું પડયું. પણ તેઓશ્રીએ કહ્યું: “ભાઈ! મહવાની પ્રતિષ્ઠા મારા હાથે નથી થવાની. છતાં તમે મને આગ્રહ કરીને લઈ જાઓ છે, અને હું આવીશ.”
પૂજ્યશ્રીનાં આ વચને સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં. આ વચને સૌને કઈ અકળ ભાવિના સૂચક લાગ્યા. પણ એ અકળ ભાવી-જે પૂજ્યશ્રીની જ્ઞાનદષ્ટિમાં હતું, તેને કઈ કળી ન શક્યું. એમાં જ એ ભાવિના ભાખણહારની મહત્તા હતીને!
અને–ચૈત્ર વદિ ૧૧થે પૂજ્યશ્રીએ કદંબગિરિથી પ્રયાણ કર્યું. પિતાના પ્રાણ-પ્યારા તીર્થની છેલ્લી વિદાય લેતાં હોય, તેમ ક્યાંય સુધી તીર્થના દર્શન તેઓશ્રી કરી રહ્યા.
ચેક, દેપલા, જેસરના રસ્તે વિહાર આગળ વધ્યા. સાથે અનેક ભાવિક હતાં. ડળી ઉપાડવાથી લઈને સર્વ પ્રકારની ભકિત તેઓ કરતાં. પૂજ્યશ્રીને શિષ્યગણ પણ ઉપયોગ અને વિનયપૂર્વક વૈયાવચ્ચને લાભ ખડે પગે રાતદિવસ લેત હતે.
કદંબગિરિથી નીકળ્યાના બરાબર પંદરમે દિવસે મહુવા-ગામ બહારની ધર્મશાળામાં પધારી ગયાં. વૈશાખ શુદિ ૧૧થે ગામમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. મહુવા સંઘ તે શું, પણ મહુવાને પ્રત્યેક માનવી એ સ્વાગતમાં જોડાયે. શું મુસલમાન કે શું વોરા, શું કપાળ કે શું વૈષ્ણ, બધાં ય આ પ્રવેશયાત્રામાં આવ્યા. મહુવાના આ પતાં રત્ન “દાદાના દર્શન કરીને સૌ પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.
સમસ્ત મહુવાએ કરેલા આ અજોડ સ્વાગતપુર:સર પૂજ્યશ્રીને નગર પ્રવેશ થયે. “વિજયનેમિસૂરિ જ્ઞાનશાળાના નીચલા એક રૂમમાં ( જ્યાં અત્યારે ચરણપાદુકા છે ) પૂજ્યશ્રી બિરાજ્યાં.
ઉનાળાના દિવસે હતાં. આમ તે વૈશાખ-જેઠની ગરમી અસહા હય, પણ મહુવાના સમશીતોષ્ણ હવામાનને લીધે એ સહા બની હતી. પૂજ્યશ્રીની અશક્ત અવસ્થા માટે આ વાતાવરણ કાંઈક અનુકૂળ જણાયું.
ઉનાળાની સમાપ્તિ સાથે ચોમાસાનો પ્રારંભ થયે. આષાઢી મેઘના ગંભીર ગજનથી આકાશ ગાજી ઉઠયું. વર્ષાને નીરે ધરતીને આ બનાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org