________________
પરિશિષ્ટ-૧ પૂજ્ય શાસનસમ્રા કાળધમ પછી અનેક સ્થળોના સંઘએ સભા ભરીને કરેલા વિરહના ઠરાવો, તથા મહુવા આવેલા સહાનુભૂતિ-સંદેશાઓ.
અમદાવાદ–નગરશેઠના વંડાવીલામાં નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈના પ્રમુખસ્થાને મળેલી શ્રીસંઘની મિટિંગમાં થયેલ ઠરાવ–
તા. ૨૪-૧૦-૪૯ શ્રી જૈન શાસનના સ્તંભરૂપ, અનેક તીર્થોદ્ધારક, ષશાસ્ત્રવિશારદ, શાસનસમ્રા, પરમ તારક, પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીજીનું વીર સંવત ૨૪૭૫ના આસો વદ ૦)) ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણકલ્યાણકના મહામાંગલિક–દીવાળીના પર્વ દિવસે સાંજના સાત વાગે, મહુવા મુકામે, સમાધિપૂર્વક સ્વર્ગારોહણ થયું છે, જેથી જગતને એક આધ્યાત્મિક મહાન આત્માને વિરહ થયો છે.
તેઓ શ્રીમાનના અનેક ઉપકારને અને અસહા વિરહને પુનઃ પુનઃ સ્મરણ કરતાં અમદાવાદને શ્રીસકળ સંઘ તીવ્ર વેદના અનુભવે છે. સાથે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે અવિચ્છિન્નપ્રભાવશાળી વીતરાગ શાસનમાં પ્રગટ થાઓ અને વીતરાગ શાસનને જળહળતું બનાવે એવી શ્રીસકળસંઘ પ્રાર્થના કરે છે.”
વિમળભાઈ મયાભાઈ
નગરશેઠ.
શ્રી જૈન તત્વવિવેચક સભા (અમદાવાદ)એ પસાર કરેલ ઠરાવ
શ્રી જૈન તત્વવિવેચક સભાના સભ્યોની આ સભા પરમપૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયેનેમિસૂરીશ્વરજી મહારાજના વિ. સ. ૨૦૦૫ ના આસો વદિ અમાસના પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણના પરમ પવિત્ર દિવસે થયેલ કાળધર્મ પ્રસંગે અસહ્ય વિરહના દુઃખની ઊંડી લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ આ સભાના સ્થાપક-પ્રેરક અને માર્ગદર્શક હતા. અને તેમના જેવા શિરછત્રના ચાલ્યા જવાથી સભાને ન પૂરી શકાય એવી ખોટ આવી પડી છે. આ સભા ઉપરાંત આખા જૈન સંઘને માટે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી સમર્થ આધારસ્તંભરૂપ હતા. તેથી આખા જૈન સંઘને, અને એક મહાન ધર્મગુરૂના ચાલ્યા જવાથી આખા દેશને મોટી ખોટ આવી પડી છે. સ્વર્ગસ્થ સૂરિજી મહારાજ તે પરમ ઉજજવળ ચારિત્રનું પાલન કરીને ઉચ્ચગતિના અધિકારી બન્યા છે. એટલે તેઓશ્રીના માટે શોકમગ્ન ન થતાં તેઓશ્રીની ઉત્તમ ધર્મભાવના અને શાસનસેવાનું પુનઃ પુનઃ સ્મરણ કરીએ છીએ અને તેઓશ્રીના આત્માને પરમ શાંતિ ઈચ્છીએ છીએ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org