________________
पनि : ... રાજકુમાર શ્રી જસવંતસિંહજી (વળા)નો પત્ર -
તા. ૨૯-૧૦-૪૯ -
' વળા *'" પરમપૂજ્ય ઉદયસૂરીશ્વરજી અને નંદનસૂરીશ્વરજી મહારાજ,
પ્રાતઃસ્મરણીય તીર્થસ્વરૂપ મહારાજશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર દિવાળીની રાત્રે મળતાં અમને સૌને ઘણે જ આઘાત લાગ્યો હતો. હું આપને વહેલા લખત, પણ દિ. આ. દાદાસાહેબને કાળી ચતુર્દશીથી તાવ શરૂ થયો તે તા. ૨૪ મીએ ઉતર્યો. એટલે એક તે તે ઉપાધિ હતી, તેમાં પૂજ્ય મહારાજશ્રીની તબિયત ખરાબના સમાચાર સાંભળ્યા એટલે આંહી ઉલ્લાસ જેવું રાજ્યકુટુંબના માટે રહ્યું જ ન હતું. પરમ પૂજ્ય મહારાજશ્રીને ધર્મપ્રેમ અમારા-દિ. આ. દાદા અને મારી ઉપર કેટલો હતો, તે ભાગ્યે જ કેઈથી અજાણ હશે. વલભીપુરની અંદર છેલ્લું ચોમાસું અમારા આગ્રહથી જ પોતે કબુલ કરેલું. વલભીપુર નામ ફરીને વળાને આપવાનું પણ બંધ પિતાનો જ હતો. છેલ્લી વખતે મહેલાતમાં પધરામણી કરી, અમને સૌને વાસક્ષેપ આપે. તે રાજ્યકુટુંબ પ્રત્યે પ્રેમ દેખાડી આપે છે. દિ. આ. દાદાની તબીયત સારી ન હતી. નહિતર કહેવાની જરૂર નથી. પણ અમે સ્મશાનયાત્રામાં પણ હોત, તેટલાં અમારા કમભાગ્ય કે તે ઈશ્વરી આત્માના છેલ્લા દર્શન ન થઈ શક્યા. પણ દિ. આ. દાદા અને મને સંપૂર્ણ હૃદયથી ખાત્રી છે કે અમારા જીવનના દરેક કાર્યોમાં પોતાની અમારા ઉપર દષ્ટિ હતી અને હશે. અને તેમના આશીષ વર્ષતા અને વર્ષશે.
લિ. આપને રાજકુમાર જસવંતસિંહજીના
વંદન
શ્રી અનંતરાય પ્ર. પટ્ટણી (ભાવનગરના દિવાન)ને સંદેશો સ્વ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી સંબંધી સંદેશ તે શું મોકલું? એટલું જાણું છું કે-તેઓશ્રીના આશીર્વાદ અને પ્રેમ હું કદી ભૂલું તેમ નથી. મનુષ્ય જીવનમાં ધર્મ અને નીતિને પ્રથમ સ્થાન હોવું જોઈએ એવો બોધ તેઓશ્રી બધાંને આપતાં એ પણ એટલું જ યાદ રહેશે.
– અનંતરાય પ્રભાશંકર
મહુવાના નગરશેઠને સંદેશ પૂજ્યપાદ મહારાજશ્રીને મને જે પરિચય થયો છે, તે અંગે હું લેખ આપી દેરવણી આપી શકું તેમ મને લાગતું નથી. આટલું હું જાણું છું કે–તેઓ એક ચુસ્ત ધર્માનુરાગી વયવી અને તત્ત્વજ્ઞ હતા. વ્યવહાર છોડયા છતાં વ્યાવહારિક રીતે ઉદ્ભવતા પ્રશ્નનોને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org