________________
૨૨
શાસનસમ્રા
પણ આ પ્રયોગથી જરીકે નહિ અંજાયેલા પૂજ્યશ્રીના મુખમાંથી સહસા ઉપદેશવચનો સરી પડયાં : “મહમ્મદ છેલ તમારી આ વિદ્યાનો પ્રયોગ કયારે કઈ પણ સાધુ-સંતની મશ્કરી કે ઠેકડી માટે ન થઈ જાય, એની ખાસ તકેદારી રાખજે.”
મહમ્મદ છેલને પોતાની વિદ્યા કરતાં આ વચનોમાં અલૌકિક એજ વર્તાયું. તેઓ નમ્રતાથી એ સાંભળી રહ્યા.
ત્યારબાદ પૂજ્યશ્રીએ ત્રણ બાજોઠ મંગાવ્યા. અને એની ઉપર એક, એમ ત્રણે ગોઠવાવ્યાં. એના ઉપર પિતે બિરાજમાન થયા. પછી મહમ્મદ છેલને કહ્યું કે : “આમાં વચલે બાજોઠ તમે ખેંચી લે.” કંઈક નવું જોવાની જિજ્ઞાસાથી પ્રેરાયેલા મહમ્મદ છેલે ધીમે રહીને વચલો બાજોઠ ખેંચી લીધે. તેમને એમ કે હમણાં જ મહારાજ નીચે પડશે.
પણ ભારે નવાઈની વાત બની. ત્રણ બાજોઠમાંથી વચલે લઈ લેવાથી તદ્દન નિરાધાર બનેલો ઉપલો બાજોઠ સહેજ પણ આઘાપાછા થયા વિના–એમને એમ જ (અદ્ધર) રહી ગયો, અને પૂજ્યશ્રી પ્રસન્નભાવે એના પર બેઠાં જ રહ્યાં.
આ જોઈને મહમ્મદ છે. પૂજ્યશ્રીને નમી પડયાં. તેમને પ્રતીતિ થઈ કે : જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન પ્રભાવશક્તિ વિદ્યમાન છે.
થડીવાર અદ્ધર-સ્થિર રહ્યા પછી પૂજ્યશ્રી ત્યાંથી ઊભાં થઈ ગયાં, અને બાજોઠને યથાસ્થાને મૂકાવી દીધાં. મહમ્મદ છેલ પણ પૂજ્યશ્રીના વચનને નમ્રતાથી સ્વીકારી, વંદન કરીને સ્વસ્થાને ગયાં.
નોંધ –આ જીવનચરિત્ર લખાઈ ગયું અને છપાઈ ગયું, ત્યારબાદ આ માહિતીઓ પૂજ્યપુર પાસેથી ચોક્કસ રૂપે પ્રાપ્ત થઈ. એટલે તેને અહીં પરિશિષ્ટમાં દાખલ કરી છે.
મહમ્મદ છેલને પ્રસંગ ઘણુંને અતિશયોક્તિ લાગશે. પણ આ વાતમાં બિલકુલ અતિશયોક્તિ નથી જ કરી. વાસ્તવમાં પૂજ્યશ્રી મહાન સત્વશાલી પુરુષ હતા. એમનું બ્રહ્મતેજ પણ અપૂર્વ–અલૌકિક હતું. એવાં સત્ત્વ-બ્રહ્મના ધારક પુરુષને ગુરુપરંપરાએ સાત્ત્વિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોય, એ અવશ્ય બનવા જોગ છે. પ્રસ્તુત પ્રસંગ પણ એમના દિવ્ય સત્ત્વને જ વ્યક્ત કરે છે.
કલિકાલસર્વજ્ઞ પૂજ્યશ્રી હેમચંદ્ર સૂરિ મહારાજાના જીવનમાં પણ આ પ્રસંગ બનેલો છે. એમાં સાત પાટ ઉપરાઉપરી તેઓશ્રી મૂકાવે છે. અને વ્યાખ્યાન શરૂ કરે છે. સામે રાજા-મંત્રી–સંઘ રસપૂર્વક શ્રવણ કરતાં બેઠાં છે. સી તન્મય બન્યાં છે. તે વખતે પૂર્વથી અપાયેલી સૂચના પ્રમાણે શિખે નીચેની છેલ્લી પાટથી આરંભીને એક પછી એક સાતેય પાટો ખેંચી લે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે કલિકાલસર્વજ્ઞ અદ્ધર રહેલાં આસન પર જ દેશના દે છે.
પ્રસ્તુત પ્રસંગ પણ પૂજ્યશ્રીની આવી કઈ દિવ્ય સાત્વિક શક્તિના પ્રભાવે બન્ય હોય તેમ લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org