________________
પરિશિષ્ટ-૨
જનસમુદાયની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ વધારવામાં અદ્વિતીય સફળતા મળે. જન્મકુંડલીનું(નો) આ ઉત્તમ પ્રકારને ગ જીવનમાં અણધારી સફળતાઓ આપી જ્ઞાનમાર્ગમાં બહુ આગળ લાવે. વિરોધીઓ પણ શરણે આવે. સિંહ રાશિનો ગુરુ શત્રુ પર વિજય અપાવનાર, મુત્સદ્દીગીરીભર્યા કાર્યોમાં સફળતા આપનાર, સારાસારને નિર્ણય કરવાની શક્તિ આપનાર, અને ધાર્મિક કાર્યોમાં તેમજ જ્ઞાનમાર્ગમાં યશ આપનાર બને. જન્મકાળની પહેલી જ મહાદશા ગુરુની હોઈ જીવનમાં આ ગુરુ-મંગળને યોગ ખૂબ જ યશદાયક બની રહે. આ કુંડલીમાં સક્ષમ કેંદ્રમાં રહેલો ગુરુ દશમકેંદ્રમાં રહેલા ચંદ્ર સાથે ગજકેસરી રોગ કરતો હોવાથી જેમ હાથીઓને સમૂહ કેસરીસિંહને જોતાં ભાગી જાય તેમ વિરોધીઓ તથા અજ્ઞાનીઓનો સમૂહ તેમની હાજરી માત્રથી જ વેરવિખેર થઈ શરણે આવે અને તેમનું નેતૃત્વ સ્વીકારે. આ ગુરુના કારણે બુધની મહાદશા દરમ્યાન ૩૬ વર્ષની વય સુધીમાં જીવદયાના કાર્યો તથા પાઠશાળાઓની સ્થાપના થવા પામે.
આઠમા સ્થાનમાં આયુષ્ય, સંકટ વિષે જોવાય છે. મૃત્યુને કારગ્રહ શનિ છે, અને તે શનિ આ કુંડલીમાં પિતાને સ્થાન પર દષ્ટિ કરતો હોવાથી તેમજ બળવાન શુભગ્રહ ગુરુ કેન્દ્રમાં રહેલું હોવાથી દીર્ધાયુષી બને અને લાંબું આયુષ્ય ભોગવે. જીવનના ઉત્તરાર્ધ માં રાજાઓ તરફથી પણ માન-સન્માન મળે.
નવમાં સ્થાનમાં ધર્મ ભાગ્ય, ગુરુ, પિતા, પ્રવાસ, વિશે જોવાય છે. આ સ્થાનમાં સપ્તમેશ સૂર્ય નીચ બની રહેલો હોવાથી સાંસારિક ભાગીદારીને નિષેધ સૂચવે છે. પરંતુ ધાર્મિક પ્રગતિને માટે તે ખૂબ જ અનુકૂળ બની રહે છે. ચલિતમાં ચંદ્ર-બુધ પણ આ સ્થાનમાં આવતા હોવાથી ધાર્મિક બાબતોનું ઉચ્ચ પ્રકારનું જ્ઞાન મળે અને ધાર્મિક પુસ્તકના લેખન-પ્રકાશન મોટા પ્રમાણમાં કરવામાં સારી સફળતા મળે. ભાગ્યેશ શુક્ર દશમ કેન્દ્રમાં મોક્ષકારક કેતુ સાથે રહેલો હોવાથી આ જન્મમાં ત્યાગમાર્ગે આગળ વધી મોક્ષપ્રાપ્તિ માટેની સારી કમાઈનો સંચય આ જન્મમાં કરે કે જે હવે પછીના જન્મ માટે આ જન્મ કરતાં ઘણું ઉંચું સ્થાન પુનર્જન્મમાં આપે.
જન્મકંડલીનું દશમું સ્થાન કર્તવ્ય, અધિકાર, માન, પ્રતિષ્ઠા, તથા કાર્યક્ષેત્રનો નિર્દેશ કરે છે. આ સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ-શુક-કેતુ ચાર ગ્રહોની હાજરી તથા ગુરુની દષ્ટિ છે. શાસ્ત્રકાર કહે છે કે જે કોઈ પણ સ્થાનમાં ત્રણથી વધારે ગ્રહો રહેલા હોય તે સ્થાનની પુષ્ટિ કરે છે. આ સ્થાનમાંનો મેક્ષકારક કેતુ જીવનની મોક્ષમાર્ગ પ્રત્યે આગળ વધવાની પ્રવૃત્તિ તથા કાર્યક્ષેત્રનું સૂચન કરે છે. તે મુજબ ત્યાગમાર્ગ અને ધર્મ ક્ષેત્ર એ કાર્યક્ષેત્ર બને. કર્મેશ મંગળ સમલેંદ્રમાં ગુરુ સાથે રહી રાજયોગ કરતો હોવાથી તેમ જ નવમાંશમાં તે સ્વનવમાંશી થતે હાઈ ધાર્મિક ક્ષેત્રે જ માન-પ્રતિષ્ઠા, અધિકાર અને અગ્રપદ મળે. બીજાઓને ન મળ્યું હોય તેવું અદ્વિતીય માન કે પદવી મળે. અહીં આ સ્થાનમાં ચંદ્ર નીચ બને છે પરંતુ ચંદ્ર ષડૅશ છે. ષટ્ટેશનું નીચ હોવું એ શુભ તત્ત્વ છે. તે રોગ, શત્રુ અને ત્રણ પર વિજય અપાવનાર બને છે. ઉપરાંત ચંદ્ર નવમાંશમાં સ્વનવમાંશી બનતા હાઈ તેનું નીચવ ઓછું થવા પામે છે. આ કુંડલીના બે મહત્ત્વના ચાગે સપ્તમ અને કર્મસ્થાનરૂપી બે મહત્વના કેંદ્રમાં થતા હોવાથી દેવીકૃપાથી જીવનમાં ઓછી મહેનતે વધારે યશ અને સળફતા મળે. સમાજમાં પ્રવર્તતા મતભેદ કે વિરોધ દૂર કરવામાં યશ મળે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org