________________
નગરશેઠ શ્રી વિમળભાઈ મયાભાઈએ સકળ સંઘની સભા બોલાવી હતી. તે વખતે કરવામાં આવેલ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે વીતરાગ શાસનમાં થાઓ અને શાસનને જળહળતું બને.
શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને જન્મ સૌરાષ્ટ્રમાં મહુવામાં વિક્રમ સંવત ૧૯૨૯માં થયો હતે. સત્તર વરસની નાની વયે તેમણે સંસારત્યાગ કર્યો અને ૩૫ વર્ષની વયે તેમને આચાર્યપદ અપાયું. તેઓ સર્વત્ર બહુ પંકાયેલા હતા. અખંડ બ્રહ્મતેજ, અપૂર્વ પ્રતિભા, તેમજ શાસનસેવાની ધગશના કારણે તેઓ જૈન જગતમાં “સૂરિસમ્રાટુના ગૌરવવંતા નામથી ઓળખાય છે. તેમનો જન્મ ૧૯૨હ્ના કાર્તક સુદ ૧ ને શનિવાર તથા અગ્નિદાહ ૨૦૦૬ ના કાર્તક સુદ ૧૩ને શનિવારે મહુવામાં જ થયે. આ જન્મ અને મૃત્યુના સમય અને સ્થળને સંવાદ વિરલ છે.
(મુંબઈ સમાચાર, તા. ૧૦-૧૧-૪૯)
મુંબઈ તા. ૯ મી નવેંબર જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગારોહણથી સી જૈન સંઘને પડેલી બોટ બદલ દિલગીરી બતાવવા માટે આજે મુંબઈના જૈનેની શેરૂભા શ્રીનમિનાથજી મહારાજ દેરાસરજીના ઉપાશ્રયમાં મળી હતી.
આ સભા મુંબઈની ૫૮ સંસ્થાઓ તરફથી બેલાવવામાં આવી હતી. અને તેમાં મુંબઈના જુદા જુદા ઉપાશ્રયમાં બિરાજતા જૈનાચાર્યોએ હાજરી આપી હતી.
સભામાં શેઠ ફુલચંદ શામજી, શેઠ મેહનલાલ દીપચંદ ચોક્સી, શેઠ શાંતિલાલ મગનલાલ શાહ, શેઠ દીપચંદ શાહ, શેઠ વરધીલાલ વમળશી, શેઠ મગનલાલ મૂળચંદ, શેઠ દામજી જેઠાભાઈ શાહ વગેરેએ હાજરી આપી હતી.
મહાન બેટ શરૂઆતમાં શેઠ કુલચંદ શામજીભાઈએ જણાવ્યું હતું કે ઃ પૂજ્યપાદ શ્રી વિજયનેમિસૂરિજી કાળધર્મ પામવાથી જૈનસંઘને મહાન બેટ પડી છે, જૈનસંઘ પર તેમનું અપૂર્વ વર્ચસ્વ હતું. અને તેમણે જૈન તીર્થો તથા શાસનની બજાવેલી સેવા જૈન તવારીખ માં સુવર્ણાક્ષરે કેતરાઈ જશે.
એકતાના પ્રખર હિમાયતી શેઠ શાંતિલાલ મગનલાલ શાહે જણાવ્યું હતું કે આજે જ્યારે તેમની જરૂર હતી ત્યારે જ તેઓ કાળધર્મ પામ્યા છે. તેથી આપણને ઘણું દુઃખ થાય છે. આજે જૈન ધર્મ પર પ્રહારો થઈ રહ્યા છે ત્યારે આવા એકતાના હિમાયતી મહાન આચાર્યની હયાતી આપણને માર્ગદર્શક થઈ પડત. - તેમણે જણાવ્યું હતું કે–શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંગઠનપ્રેમી હતા. એ એમના જીવનનું ધ્યેય હતું. આપણે એમના મારકરૂપે સંગઠિત થઈએ એમ હું ઈચ્છું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org