________________
૧૮
શાસન સારુ
મામલામાં રસ નહેતાં લેતાં. તે પણ આ ગિરનારતીર્થની બાબત આવતાં પૂજ્યશ્રીએ તે સમાધાનનું લખાણ સાંભળવા ઈચ્છા દર્શાવી.
હવે– આ જ વખતે જુનાગઢના નીચેના દેરાસરની પ્રતિષ્ઠાના કાર્ય અંગે પેઢીના મુખ્ય મેનેજર શ્રી નાગરદાસભાઈ પૂજ્યશ્રી પાસે આવીને બેઠેલાં. લખાણ અંગ્રેજીમાં હોવાથી પ. નંદનસૂરિજી મ.એ તે વાંચી સંભળાવવા તેમને કહ્યું. તેમણે તે લખાણને ગુજરાતી અર્થ કહી સંભળાવ્યો.
એ સાંભળતાંની સાથે જ પૂજ્યશ્રીએ કહ્યું: “ જેને માટે આપણે સ્ટેટ સાથે આજ સુધી લડતાં આવ્યા છીએ, અને ઘણું સહન કર્યું છે, તેમજ જે સ્થાન શ્રીનેમિનાથપ્રભુના કેવળજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણકની ભૂમિ છે, તે પવિત્ર પાંચમી ટુંક આપણે હાથેકરીને આ સમા ધાનમાં સ્ટેટને સેંપી દીધી છે. એટલું જ નહિ, પણ ત્યાંના મુખ્ય દરવાજા ઉપરને બંગલો, કે જેમાં આપણે તીર્થ રક્ષણ અંગેના સાધનો રાખીએ છીએ, તે તથા ગઢના મુખ્ય દરવાજાથી અંદર જવાને રસ્તે, આ બધું આપણું – પેઢીની માલિકીનું જ છે. તે દરવાજે–બંગલે તથા રસ્તે પણ આપણે આ સમાધાનમાં સ્ટેટને સેંપી દીધાં છે. એ વાત આ સમાધાન સાંભળતાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ કઈ રીતે વ્યાજબી થયું નથી. ખેર ! જેવી ભવિતવ્યતા.”
આ વાત પ્રથમ તે નાગરદાસભાઈના માન્યામાં ન આવી. ત્યારે પૂ. નંદનસૂરિ મ. એ કહ્યું કેઃ “નાગરદાસ ! તમે બરાબર ફરી વાર આ વાંચે, પછી નિર્ણય કરે.’ નાગરભાઈએ પુનઃ નિરાંતે એ લખાણ વાંચી, વિચારીને આખરે પૂજ્યશ્રીની વાત કબૂલ કરી.
આ પછી વળી બે દિવસ વીત્યાં. આ વદિ છઠે બપોરે ૧૨-૩૦ વાગે પૂજ્યશ્રી Úકિલશુદ્ધિ માટે પધાર્યા, ત્યાંથી પાછાં ફરતાં ટેકા માટે પૂ. ઉદયસૂરિ મ. તથા પૂ. નંદનસૂરિ મ. સાથે તે હતાં જ, તે પણ સહસા બેલેન્સ ખસી જતાં હાથ છૂટી જવાથી પૂજ્યશ્રી આડે પડખે પડી ગયાં. તત્કાળ ત્યાંથી ઉપાડીને તેઓશ્રીને પાટ પર સૂવરાવવામાં આવ્યાં. ઈજની, તપાસ કરતાં જણાયું કે – કેઈ હાડકું ઉતરી નથી ગયું, અને ફ્રેકચર પણ નથી થયું. પણ મૂઢમાર વધારે પડતે વાગે હતે. ડાબા પગના ગોઠણે તથા પીંડીના ભાગમાં નળી ઉપર વધારે વાગ્યું હતું. ગોઠણ ઉપર સેજે પણ આવી ગયે. પછાડ લાગવાથી બંને પડખે દુઃખાવો થઈ આવ્યું. તત્કાલ તલના તેલનું માલિશ, પીળીયાને લેપ અને શેક વ. ઉપચાર શરૂ કરાયા.
સ્થાનિક હાડવૈદ્ય અને ડોકટરને બોલાવવામાં આવ્યા. હાડવૈદ્ય બરાબર તપાસીને કહ્યું કે : ફેકચર કે હાડકું ઉતરી ગયું નથી. સોજો અને મૂઢમાર વધારે જણાય છે. પણ માલિશ વ. ઉપચારાથી આરામ આવી જશે. આમ કહીને તેમણે પાટે બાંધી દીધે.
અધૂરામાં પૂરું આ દિવસમાં જ પૂજ્યશ્રીને સળેખમ તથા ઉધરસનું ખોખરીયું પણ થઈ આવેલું. એક તે અશકત અવસ્થા, એમાં ઉધરસનું જોર, અને એમાંય વળી આ પડી જવાને બનાવ બનવાથી પીડા તથા દુઃખાવે અસહ્ય હતાં. પણ આશ્ચર્ય, આજ સુધી તે થોડી પણ અસ્વસ્થતા આવતાં નર્વસ બની જતાં પૂજ્યશ્રી આ અસહ્ય પીડાને અપૂર્વ શાન્તિથી સહી રહ્યા હતાં. કેઈને દુખાવાની ફરિયાદ નહોતા કરતા. જાણે કશું જ નથી બન્ય, એવાં આનંદ અને શાંતિમાં તેઓશ્રી મગ્ન રહેવા લાગ્યાં. કેઈને ઊંચા સાદે બોલાવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org