________________
મહાપ્રયાણુ :
પશુ નહિ. આ આનંદમગ્નતા અને શાંતિ જોઈને સૌ સાનંદ આશ્ર્ચય પામવા લાગ્યાં.
આસા વિદ સાતમે ભાવનગરથી કુશળ હાડવૈધે આવીને ઝડપી સારવાર પ્રારંભી. એથી થોડીક રાહત રહેવા લાગી. પાટે બબ્બે દિવસે ખેાલાતા હતા. ચાર દિવસમાં જ સેજો આછે જણાવા લાગ્યું.
પૂજ્યશ્રીની સેવા માટે મહુવાના શ્રીસંધ ખડે પગે હાજર રહેતા હતા. જેસર-ભાવનગર વ. ગામાના ભકત શ્રાવકો પણ કાયમ આવજા કરતાં હતાં.
અમદાવાદ
આસા વદિ ૧૦મે પૂજ્યશ્રીને તાવ આવવા શરૂ થયા. માંદગી એક પછી એક વધતી હતી. એની સાથે પૂજ્યશ્રીની આત્મજાગૃતિ અને શાંતિ પણ અવિરત વધ્યે જતી હતી. આખા દિવસ તાવ ૧૦૩ ડિગ્રી રહ્યો. એની સાથે ત્રણેક વાર ઉલટી પણ થઈ.
૩૧૯
આ તાવ ચિન્તાનેા વિષય બન્યા. ગામના મેાટા ડાકટર વારંવાર તપાસવા માટે આવવા લાગ્યા. દવાએ ચાલુ જ હતી.
અગિયારસે સવારે ૧૦૧ ડીગ્રી તાવ હતા. ત્યાર પછી ધીમે ધીમે નારમલ થઈ ગયા. ખારશે સવારે પુનઃ તાવ ચઢવા શરૂ થયા. થર્મોંમીટરના પારા અને ટેમ્પરેચર જાણે સંતાકુકડી રમતાંઢાય તેમ સવારે ૧૦૪ થયા. પાણીના પોતાં મૂકવાં, વ. ઉપચારથી મોડી સાંજે ઘટીને રા થયા. પણ પછી પાણા કલાકમાં ૧૦૫ થઈ ગયા. આથી સૌ ચિન્તિત બની ગયાં. પાણીના પાતાં અને કાંસાના વાડકાથી પગે ઘી ઘસવાનું કામ ચાલુ જ હતું. બરાબર રાતના એક વાગે ટેમ્પરેચર નારમલ-૯૯ થયું ત્યારે સૌ આશ્વસ્ત થયાં. સૌ સાધુએ તથા સંધ ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યાં હતાં.
તાવ નારમલ થયાં છતાં બેચેની આખી રાત રહી. દિવસે ઉલટી એ-એક વાર થયેલી. ઘેનને કારણે સથારામાં ઠલ્લા પણ થઈ ગયેલાં. આ બધાં કારણે નબળાઈ પણ વિશેષ આવી ગઇ.
ખીજે દિવસે ધનતેરશ હતી. આખા દિવસ ઘેાડા-થાડો તાવ રહ્યા કર્યાં. પશુ ખાશ કરતાં સારૂં જણાતું હતું. સવારે શ્રીનદનસૂરિજી મ. વગેરે પૂજ્યશ્રી પાસે બેઠેલાં. તેમણે પૂજ્યશ્રીને કહ્યું ; સાહેબ ! પરમ દિવસે દીવાળી છે. અને પહેલે દિવસે આપના જન્મદિવસ છે.
ત્યારે પૂજ્યશ્રી કાઇ અગમ વાણી ભાખતાં હોય, તેમ ખેલ્યાં : “આપણે કયાં દીવાળી જોવાની છે ?’'
આ સાંભળીને શ્રીનનસૂરિજી મ. આર્દ્ર સ્વરે મેલ્યાં : “સાહેબ ! આપ આમ કૅમ એલા છે ?” અને તે તથા ખાજુમાં બેઠેલાં સૌ રડી પડ્યાં,
તે દિવસે બપારે પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિ મ. તે ખેલાવીને કહ્યું : “નંદન ! તું મારી પાસે બેસ, મને ગેાઠતુ નથી.” તેઓ બેઠાં. પછી ધીરે ધીરે પૂજ્યશ્રીએ અનેક ચેાગ્ય ખામતાની ભલામણે તેમને કરી, સૂચનાઓ આપી. સાથે એ પણ કહ્યુ કે : “જ્યારે અહી‘ શેઠ જિનદાસ ધર્મીદાસની પેઢીના આ મને દેરાસરાનો પ્રતિષ્ઠા થાય, ત્યારે એટલું ચાસ ધ્યાનમાં રાખજે કે – વિજ્ઞાનસૂરિ અને પદ્મસૂરિના સ’સારી પિતાના નામની એક એક મૂતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org