________________
૩૧૨
શાસનસમ્રાટુ આ વિહારમાં કેટલીક વાર અવનવા અનુભવ પણ થતાં. એકવાર એવું બન્યું કે લાખિયાણીથી જાળિયા જવાનું હતું. અંદાજે દોઢસક માણસનું ત્યાં સંઘજમણ કરવાનું હતું. આગલે દિવસે તેની તથા ત્યાં પૂજ્યશ્રી આદિ માટે ઉતારાની તમામ વ્યવસ્થા થઈ ગઈ. તે દિવસે રાત્રે પૂજ્યશ્રીએ શ્રીનંદનસૂરિજી મ. ને તથા કુલચંદભાઈને બોલાવ્યાં. પૂછ્યું : ફુલચંદ! કાલે જાળિયા જવાનું છે ને ? તેમણે હા કહી, તે પૂજ્યશ્રી કહે : “તમારે જવું હોય તે જજે. હું તે નથી આવવાને. મારે જાળિયા નથી આવવું.”
આ સાંભળીને કુલચંદભાઈ સ્તબ્ધ થઈ ગયા. પૂજ્યશ્રીએ ના પાડી, પણ ત્યાં તે બધી ગોઠવણ થઈ ગયેલી. વળી રાતને સમય, એટલે એમાં ફેરફાર કરે પણ આ જંગલમાં ક્યાંથી પાલવે ?
તેઓ તે પૂ. ઉદયસૂરિ મ, નંદનસૂરિ મ આદિની સલાહ લઈને બીજા બે જણા સાથે ફાનસ લઈ તે જ વખતે ચાલતાં ચાલતાં નસિયતપર (જાળિયા પછીના મુકામે) ગયાં. વળા સ્ટેટનાં આ ગામે હતાં, એટલે બીજી કઈ બીક નહોતી. રાત્રે ત્યાં જઈ ત્યાંના મુખીની ડેલી ઉઘડાવી. મુખીને વાત કરી કે-આવતી કાલે મહારાજજી અહીં પધારવાના છે, અને વળાથી ઠાકોર સાહેબ પણ પધારવાના છે. માટે તમામ બંદેબસ્ત અત્યારે જ કરી આપે.
મુખીએ તત્કાલ ઉતારાને તથા બીજે જોઈને બંદોબસ્ત કરી આપે. બધું બરાબર ગોઠવાઈ જતાં તેઓ સવાર પડતાં પહેલાં પુનઃ લાખિયાણું આવી ગયાં અને ત્યાંથી પૂજ્યશ્રીને નસિયતપુર તરફ વિહાર કરાવીને તેઓ જાળિયા ગયાં. અને ત્યાંથી બધો સરસામાન લઈને નસિયતપુર પહોંચી ગયાં. વળા પણ ખબર પહોંચાડ્યા ત્યાંથી ઠાકોર સાહેબ વગેરે દર્શનાર્થે આવ્યાં. પણ હજી કેઈને મનની શંકા દૂર નહોતી થતી કે પૂજ્યશ્રીએ જાળિયા જવાની એકાએક ના કેમ પાડી ? - બપોરે ગોચરી-પાણી તથા જમણ, બધું પત્યા પછી પૂજ્યશ્રીએ કહ્યું: “કેમ, તારે તે જાળિયા જવું'તું ને ? પણ ખબર છે ? ત્યાં જાત તે આ બધાને લૂ લાગી જાત. તે મારાં સાધુઓની શી દશા થાત ?
આ વાત સાંભળતાં જ સૌની શંકા દૂર થઈ. વાત એમ હતી કે જાળિયાનું પાણી ભાલ પંથકમાં બહુ ખરાબ ગણાતું. ત્યાંનું પાણી જે પીએ, તેને લૂ લાગી જાય, અને ઝાડા પણ થઈ જાય, એટલું ખરાબ પાણી હતું. ત્યાં રહેનારા સિવાય બીજા કેઈનું કામ નહિ. એ કારણે જ પૂજ્યશ્રીએ આ ફેરફાર કરાવેલ.
આ પ્રસંગથી પૂજ્યશ્રીના અગાધ અનુભવ જ્ઞાનને ઘણને સાક્ષાત્કાર થયે. આવાં તે અનેક પ્રસંગે બનતાં.
રોહિશાળાથી ફાગણવદમાં કદંબગિરિજી પધાર્યા. ત્યાં તબિયતની અનુકૂળતા માટે - વાવડી પ્લેટની ધર્મશાળામાં બિરાજ્યા. ચૈત્રીપૂનમ ત્યાં જ કરી. પછી નીચે-બેદાનાનેસમાં શ્રી મહાવીરપ્રભુના દેરાસરની સામેના પેઢીના ઓરડાની ઉપરના ભાગના ઓરડામાં ઊતર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org