________________
છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા
૩૧૧ હતી. એટલે શ્રીસંઘની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રીએ કા. વ. સાતમે શેઠ રતિભાઈના બંગલેથી બોટાદ તરફ વિહાર કર્યો. લીંબડી-રાણપુરના રસ્તે પંદર દિવસે તેઓશ્રી બેટાદ પહોંચ્યા. બને દેરાસરના અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના શુભમુહૂર્તો મહા મહિનામાં આવતા હતાં. એટલે ત્યાં સુધી ત્યાં જ બિરાજ્યા.
પિષ વદમાં બન્ને સ્થાને મહત્સવને શુભારંભ થયે. પૂજ્યશ્રીનું પ્રભાવપૂર્ણ સાંનિધ્ય સંઘમાં ઉત્સાહ અને ઉમંગની અપૂર્વ ભારતી લાવી રહ્યું હતું. એ ભરતીમાં જ મહોત્સવના વિશિષ્ટ કાર્યક્રમ નિર્વિઘપણે થવા લાગ્યા. બ્રહનંદાવર્તાદિ પૂજન અને પાંચ કલ્યાણકની મહાન ક્રિયાઓ પૂજ્યશ્રી અને તેઓશ્રીના સૂરિશિષ્ય કરાવવા લાગ્યા. અંજન માટે ઠેરઠેરથી સેંકડો જિનબિંબે આવ્યા હતાં. એ બધાં ય બિંબની અંજનશલાકા મહા શુદિ ૬ ના શુભદિને સવારે શુભલગ્ન પૂજ્યશ્રી આદિ સૂરિભવતેએ કરી. પરાના દેરાસરના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, તથા ગામના ત્રિભૂમિક પ્રાસાદમાંમૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામી અને ભેંયરાના મૂળનાયક શ્રીનેમિનાથ પ્રભુની ભવ્ય મૂર્તિઓની અંજનશલાકા પૂજ્યશ્રીએ સ્વહસ્તે કરી. નેમિનાથ પ્રભુની મૂર્તિ પૂજ્યશ્રી પ્રત્યે પરમ અનુરાગ ધરાવતાં શ્રાવકવર્ય સત કુલચંદભાઈ છગનલાલે ભરાવી હતી. તેઓની ભક્તિપૂર્ણ વિનંતિથી અસ્વસ્થ શરીરે પણ બે જણના ટેકાપૂર્વક પૂજ્યશ્રી ભોંયરામાં ઊતર્યા, અને એ પ્રભુની અંજનશલાકા કરી. બસ, પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે આ અંતિમ અંજનવિધાન થયું.
ત્યાર પછી તે જ દિવસે શુભ ચોઘડિયે ત્રિભૂમિક પ્રાસાદમાં ત્રણે મજલે તથા પરાના દેરાસરે એક સાથે પ્રભુજીને ગાદીનશીન કરવામાં આવ્યા.
પ્રતિષ્ઠા પછી અષ્ટોત્તરીનાત્ર તથા અહંન્મહાપૂજન ભણાવાયા. આમ અને ઉલ્લાસ સાથે આ મહોત્સવ પૂર્ણ થયા બાદ મહા વદ એકમે પૂજ્યશ્રીએ વિહાર કર્યો. વળ-પાલિ. તાણું થઈને રોહિશાળા પધાર્યા. ફાગણ માસની અઠ્ઠાઈ ત્યાં જ આરાધી. પૂજ્યશ્રીની સ્થિરતામાં અને વિહારમાં કાયમ ગામ-પરગામના સેંકડો માણસે અચૂક દર્શન માટે આવતાં જ રહેતાં. કેટલાંક ગૃહસ્થ તે પૂજ્યશ્રીની ભક્તિનો લાભ મેળવવાના હેતુથી અમદાવાદથી નીકળ્યા ત્યારથી હજુ સુધી (અને પછી મહુવા પહોંચ્યા ત્યાં સુધી) સાથે જ રહ્યાં હતા. અહીં હિશાળામાં પણ સેંકડે ભાવિકે આવતાં હતાં. એ બધાંના આઠે દિવસના સાધમિક વાત્સલ્યને લાભ શા. જયંતિલાલ જેશીંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા) એ લીધે. . વઢવાણ કે પથી બેટાદ, અને ત્યાંથી પાલિતાણા સુધીના રસ્તામાં એકેએક મુકામે કાયમ નવકારશી (સંઘજમણ) થતી. સાથે રહેલા ગૃહસ્થ ઉપરાંત દરરોજ સે–બસે કે તેથી વધુ ભાવિકે બહારગામથી દર્શન માટે આવતાં. એ ઉપરાંત જ્યાં જવાનું હોય, તે ગામને સંઘ. આટલાં સાધમિકેની નવકારશી કાયમ જુદી જુદી વ્યક્તિઓ કે સંઘ તરફથી થતી. જે ગામ જે રાજ્યનું હોય, તે રાજ્ય તરફથી તે ગામમાં અગાઉથી સમાચાર પહોંચી જતાં કે-“ગુરુ મહારાજ પધારે છે. તમામ બંદોબસ્ત સાચવવાને છે. રાજ્યના આવા હુકમથી તે તે ગામના સુખી-અધિકારીઓ તમામ બંદેબસ્ત કરી આપવા સાથે પૂજ્યશ્રીની પાસે હાજર રહેતાં. મુખ્ય મુખ્ય સ્થળે તે તે રાજ્યના રાજા–દિવાન કે અન્ય અમલદારે સ્વયં દર્શન માટે આવતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org